આ મનપાંચમના મેળામાં - A Manapanchaman Melaman - Lyrics

આ મનપાંચમના મેળામાં

આ મનપાંચમના મેળામાં
સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લઈને
કોઈ રાત લઈને આવ્યા છે

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા
કોઈ દોરાનું તૂટવું લાવ્યા
કોઈ અંગત ફાડી ખાનારું
એકાંત લઈને આવ્યા છે

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ
કોઈ ઉભડક ઉભડક લાગણીઓ
કોઈ ફાળ તો
કોઈ તંબુની નિરાંત
લઈને આવ્યા છે

કોઈ ધસમસતા ખાલી ચહેરે
કોઈ ભરચક શ્વાસે ઊમટતા
કોઈ અધકચરા કોઈ અણોસરા
જજબાત લઈને આવ્યા છે

આ પથ્થર વચ્ચે તરણાંનું
હિજરાવું લાવ્યો તું ય રમેશ
સૌના ખભે સૌ અણિયાળી
કોઈ વાત લઈને આવ્યા છે

-રમેશ પારેખ

A Manapanchaman Melaman

A manapanchaman melaman
Sau jat laine avya chhe
Koi avya chhe sapanun laine
Koi rat laine avya chhe

Koi fugganun fuṭavun lavya
Koi doranun tuṭavun lavya
Koi angat fadi khanarun
Ekanṭa laine avya chhe

Koi zaramar zaramar chhanyadio
Koi ubhadak ubhadak laganio
Koi fal to
Koi tanbuni niranta
Laine avya chhe

Koi dhasamasat khali chahere
Koi bharachak shvase umaṭata
Koi adhakachar koi anosara
Jajabat laine avya chhe

A paththar vachche taranannun
Hijaravun lavyo tun ya ramesha
Saun khabhe sau aniyali
Koi vat laine avya chhe

-ramesh parekha

Source: Mavjibhai