આ રહી સનમ આ રહી સનમ! - A Rahi Sanam a Rahi Sanama! - Lyrics

આ રહી સનમ આ રહી સનમ!

આતુર થઈને કાં પૂછતાં, ક્યાં છે સનમ ક્યાં છે સનમ?
ઢૂંઢો નહિ, જાઓ રસોડે, બેઠી છે કે નહિ સનમ?

નહિ કોઈના સહવાસમાં, પણ આપના સહવાસમાં!
રાંધીને જમાડે છે નહિ? નજરે ચડી કે નહિ સનમ?

કાં અજાણ્યા થઈ પૂછો, જાણ્યા છતાં ક્યાં છે સનમ!
શૈયા કરે ઉત્સુક બની, આ રહી સનમ આ રહી સનમ!

ગઝલે નહિ, નહિ કુન્જમાં, છૂપાયેલી ઘેલી સનમ!
ઘરમાં તમારે પિંજરે, પુરાયેલી આ રહી સનમ!

કબરે નહિ, નહિ સૂળીએ, કાબે નહિ, કાશી નહિ,
‘જૈસી તૈસી કાલૂડી !’ અહિંયા ઊભી આ રહી સનમ!

શાણા દિવાનાની સનમ, શયદા તણી લયલી સનમ!
મિસ્કીનની માશૂક સનમ: આ રહી સનમ આ રહી સનમ!
(૧૯૧૯)

-બાલાશંકર કંથારિયા


A Rahi Sanam a Rahi Sanama!

Atur thaine kan puchhatan, kyan chhe sanam kyan chhe sanama?
Dhundho nahi, jao rasode, bethi chhe ke nahi sanama?

Nahi koin sahavasaman, pan apan sahavasaman!
Randhine jamade chhe nahi? najare chadi ke nahi sanama?

Kan ajanya thai puchho, janya chhatan kyan chhe sanama!
Shaiya kare utsuk bani, a rahi sanam a rahi sanama!

Gazale nahi, nahi kunjaman, chhupayeli gheli sanama!
Gharaman tamare pinjare, purayeli a rahi sanama!

Kabare nahi, nahi sulie, kabe nahi, kashi nahi,
‘jaisi taisi kaludi !’ ahinya ubhi a rahi sanama!

Shan divanani sanama, shayad tani layali sanama!
Miskinani mashuk sanama: a rahi sanam a rahi sanama!
(1919)

-balashankar kanthariya

Source: Mavjibhai