આ વર-કન્યાનું સુંદર જોડું - Ā Vara-Kanyānun Sundar Joḍun - Lyrics

આ વર-કન્યાનું સુંદર જોડું

(આશીર્વાદ - કન્યાપક્ષે)

આ વર-કન્યાનું સુંદર જોડું
અહો પ્રભુજી અમર રહો!
આ વર-કન્યાનું સુંદર જોડું
અહો પ્રભુજી અમર રહો!

જ્યારે પારવતીએ તપ ધરિયાં
ત્યારે શંકર સરખા સ્વામી મળ્યાં
જ્યારે બેનીબાએ તપ ધરિયાં
ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં

આ વર-કન્યાનું સુંદર જોડું
અહો પ્રભુજી અમર રહો!

જ્યારે સીતાજીએ તપ ધરિયાં
ત્યારે રામજી સરખા સ્વામી મળ્યાં
જ્યારે લાડકડીએ તપ ધરિયાં
ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં

આ વર-કન્યાનું સુંદર જોડું
અહો પ્રભુજી અમર રહો!
અહો પ્રભુજી અમર રહો!


Ā Vara-Kanyānun Sundar Joḍun

(āshīrvād - kanyāpakṣhe)

Ā vara-kanyānun sundar joḍun
Aho prabhujī amar raho! Ā vara-kanyānun sundar joḍun
Aho prabhujī amar raho!

Jyāre pāravatīe tap dhariyān
Tyāre shankar sarakhā swāmī maḷyān
Jyāre benībāe tap dhariyān
Tyāre guṇiyal rūḍā swāmī maḷyān

Ā vara-kanyānun sundar joḍun
Aho prabhujī amar raho!

Jyāre sītājīe tap dhariyān
Tyāre rāmajī sarakhā swāmī maḷyān
Jyāre lāḍakaḍīe tap dhariyān
Tyāre guṇiyal rūḍā swāmī maḷyān

Ā vara-kanyānun sundar joḍun
Aho prabhujī amar raho! Aho prabhujī amar raho!

Source: Mavjibhai