આજ રે સપનામાં મેંતો નંદનો કુંવર દીઠો જો,
વાંસલડી વગાડે સાહેલી ! મારા સપનામાં…
મોહિની મૂરત જોતાં મનડું મોહ્યું જો,
કાળજડું કોરાણું સાહેલી ! મારા સપનામાં…!
છેલ રે છોગાળો કામણ એવાં કીધાં જો,
તન મનને વારી રે સાહેલી ! મારા સપનામાં…
વરમાળા મેં વાલમને પહેરાવી જો,
ચૂંદલડી ઓઢી રે સાહેલી ! મારા સપનામાં…
પાનેતર મેં પહેર્યું સુંદીર વરનું જો,
ચૂડલો રે પહેર્યો રે સાહેલી ! મારા સપનામાં…
ટીલડી મેં તો ચોડી વિઠ્ઠલવરની જો,
ગોકિળિયું સાસરું શોધ્યું સાહેલી ! મારા સપનામાં…
ચોરીના ફેરા ફરતાં હૈયું હરખે જો,
ભવભવનો સાથી રે સાહેલી ! મારા સપનામાં…
મનના માન્યા મોહનવરને પરણી જો,
કંકુવરણા હાથે સાહેલી ! મારા સપનામાં…
ગોપીના કાને પ્રેમનાં બંધન બાંધ્યાં જો,
દિલમાં થઇ દિવાળી સાહેલી ! મારા સપનામાં…
Aaj Re Sapnama Me Nandno Kuvar Ditho Jo
Āj re sapanāmān mento nandano kunvar dīṭho jo,
Vānsalaḍī vagāḍe sāhelī ! Mārā sapanāmān…
Mohinī mūrat jotān manaḍun mohyun jo,
Kāḷajaḍun korāṇun sāhelī ! Mārā sapanāmān…!
Chhel re chhogāḷo kāmaṇ evān kīdhān jo,
Tan manane vārī re sāhelī ! Mārā sapanāmān…
Varamāḷā men vālamane paherāvī jo,
Chūndalaḍī oḍhī re sāhelī ! Mārā sapanāmān…
Pānetar men paheryun sundīr varanun jo,
Chūḍalo re paheryo re sāhelī ! Mārā sapanāmān…
Ṭīlaḍī men to choḍī viṭhṭhalavaranī jo,
Gokiḷiyun sāsarun shodhyun sāhelī ! Mārā sapanāmān…
Chorīnā ferā faratān haiyun harakhe jo,
Bhavabhavano sāthī re sāhelī ! Mārā sapanāmān…
Mananā mānyā mohanavarane paraṇī jo,
Kankuvaraṇā hāthe sāhelī ! Mārā sapanāmān…
Gopīnā kāne premanān bandhan bāndhyān jo,
Dilamān thai divāḷī sāhelī ! Mārā sapanāmān…
Divya Publication. (2020). કિર્તન સાગર