આજે સૌને જય શ્રી કૃષ્ણ - Aaje Saune Jay Shree Krishna - Lyrics

આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો… આજે સૌને

મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો… આજે સૌને

વ્યવહારો સૌ પૂરા કરીને, પરમારથમાં પેસજો,
સઘળી ફરજો અદા કરીને, સત્સંગ માંહે આવજો… આજે સૌને

હરતાં ફરતાં કામ જ કરતાં, હૈયે હરિને રાખજો,
માન બડાઇ છેટે મૂકી, ઈર્ષ્યા કાઢી નાખજો… આજે સૌને

હૈયે હૈયું ખૂબ મિલાવી, હરિનું નામ દીપવજો,
ભક્તિ કેરું અમૃત પીને, બીજાને પીવડાવજો… આજે સૌને

સૌમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતી બાંધજો,
વલ્લભશીખ હૈયે રાખી, હરિથી સુરત સાધજો… આજે સૌને

વહેલા વહેલા આવજો ને આવી ધૂન મચાવજો,
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો… આજે સૌને


Āje saune jaya shrī kṛuṣhṇa

Āje saune jaya shrī kṛuṣhṇa, kāle vahelā āvajo,
Hariguṇ gāvā, hari ras pīvā, āve ene lāvajo… āje saune

Man mandiranā khūṇekhūṇethī, kacharo kāḍhī nākhajo,
Akhanḍa premataṇī jyotine, kāyam jalatī rākhajo… āje saune

Vyavahāro sau pūrā karīne, paramārathamān pesajo,
Saghaḷī farajo adā karīne, satsanga mānhe āvajo… āje saune

Haratān faratān kām j karatān, haiye harine rākhajo,
Mān baḍāi chheṭe mūkī, īrṣhyā kāḍhī nākhajo… āje saune

Haiye haiyun khūb milāvī, harinun nām dīpavajo,
Bhakti kerun amṛut pīne, bījāne pīvaḍāvajo… āje saune

Saumān ek j prabhu birāje, samajī prītī bāndhajo,
Vallabhashīkh haiye rākhī, harithī surat sādhajo… āje saune

Vahelā vahelā āvajo ne āvī dhūn machāvajo,
Āje saune jaya shrī kṛuṣhṇa, kāle vahelā āvajo… āje saune