આજનો ચંદલીઓ માને લાગે બહુ વ્હાલો - Aajno Chandaliyo Mane Lage Bahu Vhalo - Gujarati & English Lyrics

આજનો ચંદલીઓ માને લાગે બહુ વ્હાલો,
કહી દો સુરજ ને કે ઉગે નહિ ઠાલો,

તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીર તું ગિરધાર મારો ,
આજ મારે પીવો છે ,પ્રીતિ નો પ્યાલો
કહી દો સુરજ ને કે ઉગે નહિ ઠાલો,

આપણ બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગ નો સથવારો ઝંખી .
જો જે વિખાય નહિ શમણા નો માળો ,
કહી દો સુરજ ને કે ઉગે નહિ ઠાલો,

દો રંગી દુનિયા ની કેડી કાંટાળી ,
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહીદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો

Aajno Chandaliyo Mane Lage Bahu Vhalo

Ajano chandalio mane lage bahu vhalo,
Kahi do suraj ne ke uge nahi thalo,

Tar re namano chhedyo ek taro,
Hun tari mir tun giradhar maro ,
Aj mare pivo chhe ,priti no pyalo
Kahi do suraj ne ke uge nahi thalo,

Apan be anajanya paradeshi pankhi,
Aj malya jug jug no sathavaro zankhi .
Jo je vikhaya nahi shaman no malo ,
Kahi do suraj ne ke uge nahi thalo,

Do rangi duniya ni kedi kantali ,
Vasami chhe vat kem chalu sanbhali
Lage n thokar jo hath tame zalo
Kahido suraj ne ke uge nahi thalo

Aaj No Chandaliyo | આજનો ચાંદલિયો | Pamela Jain | Gujarati Garba-Ras | Soormanidr. (2019, August 15). YouTube