આણાં - Aanaa - Gujarati & English LYrics

આવી આવી વગડા વીંધી વેલ્ય જો.
ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા;
આજ ફળી અંતરની એકલ આશ જો
મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં… ૧

મેં જાણ્યું જે ભૂલી મુજને માત જો,
બાપુને અંતરથી છૂટી બેટડી !
ભાભલડીના ઉરનો ભાળી ભાવ જો
બંધ વડે વિસારી એની બ્લેનડી !..૨

શેરડીએ વીરાનો શીળો સાદ જો,
શીળા એને ઉર શોભે સંદેશડા;
મીઠાં મીઠાં મહિયરના કેરાં માન જો,
મહિયરના મારગડા મનને મીઠડા… ૩

સાસુજી ! આપો ને અમને શીખ જો,
ભાવભર્યાં એ ભાંડરડાંને ભેટવા;
જોશું જોશું વહાલેરી વનવાટ જો,
જોશું રે મહીયરનાં ઝાડવાં… ૪

જોશું રે જોશું દાદાનો દરબાર જો,
કાળજડે રમતા એ ગઢનાં કાંગરા;
વીરાજીના રઢીયાળા રણવાસ જો,
લણમાં ખૂંદેલાં એનાં આંગણાં… ૫

મીઠો વરસે માવલડીનો મેહ જો,
ન્હાશું એના ઝરમર ઝરતા નીરમાં,
ત્યજશું ઊંડો અંતરનો પરિતાપ જો,
શીતળતાની ભરશું હેલ શરીરમાં… ૬

સામો મળશે સાહેલીનો સાથ જો,
આંખલડીનાં આંસુ આદર આપતાં;
વાતલડીનો વધતો વેગ વિશાળ જો,
મીઠા કૈંક મનોરથ મનમાં મ્હાલતા… ૭

વસમી લાગે ભવની લાંબી વાટ જો,
મહિયરને મારગડે શીળી છાંયડી;
પળ પળ પીવાં કૈંક જગતના ઝેર જો,
માડીના કરમાંય સજીવન સોગઠી… ૮

Aanaa

Āvī āvī vagaḍā vīndhī velya jo.
Ghūgharīe ghamaghamatā āvyā ghoḍalā;
Āj faḷī antaranī ekal āsh jo
Mīṭhalaḍī māvaḍīe āṇān mokalyān… 1

Men jāṇyun je bhūlī mujane māt jo,
Bāpune antarathī chhūṭī beṭaḍī !
Bhābhalaḍīnā urano bhāḷī bhāv jo
Bandha vaḍe visārī enī blenaḍī !..2

Sheraḍīe vīrāno shīḷo sād jo,
Shīḷā ene ur shobhe sandeshaḍā;
Mīṭhān mīṭhān mahiyaranā kerān mān jo,
Mahiyaranā māragaḍā manane mīṭhaḍā… 3

Sāsujī ! Āpo ne amane shīkh jo,
Bhāvabharyān e bhānḍaraḍānne bheṭavā;
Joshun joshun vahālerī vanavāṭ jo,
Joshun re mahīyaranān zāḍavān… 4

Joshun re joshun dādāno darabār jo,
Kāḷajaḍe ramatā e gaḍhanān kāngarā;
Vīrājīnā raḍhīyāḷā raṇavās jo,
Laṇamān khūndelān enān āngaṇān… 5

Mīṭho varase māvalaḍīno meh jo,
Nhāshun enā zaramar zaratā nīramān,
Tyajashun ūnḍo antarano paritāp jo,
Shītaḷatānī bharashun hel sharīramān… 6

Sāmo maḷashe sāhelīno sāth jo,
Ānkhalaḍīnān ānsu ādar āpatān;
Vātalaḍīno vadhato veg vishāḷ jo,
Mīṭhā kainka manorath manamān mhālatā… 7

Vasamī lāge bhavanī lānbī vāṭ jo,
Mahiyarane māragaḍe shīḷī chhānyaḍī;
Paḷ paḷ pīvān kainka jagatanā zer jo,
Māḍīnā karamānya sajīvan sogaṭhī… 8

Divya Publication. (2020). કિર્તન સાગર