આવી રૂડી અજવાળી રાત - Aavi Rudi Ajvali Raat - Gujarati & English Lyrics

આવી રૂડી અજવાળી રાત.,
રાતે તે રમવા નીસર્યા રે માણારાજ.

રમ્યાં રમ્યાં પો’ર બે પો’ર,
સાયબોજી તેડાં મોકલે રે માણારાજ

ઘેરે આવો ઘરવેરીની નાર,
અમારે જાવું ચાકરી રે માણારાજ

આવો રૂડો સૈયરનો સાથ,
મેલીને સાયબા નહિ આવું રે માણારાજ.

સાયબાને ચડિયલ રીસ,
ઘોડે પલાણ નાખિયો રે માણારાજ

રોઝી ધોડી પિત્તખિયાં પલાણ,
અલબેલો ચાલ્યા ચાકરી રે માણારાજ

ઘોડી ઝાલી ઘોડલાની પાઘ,
અબોલે જાવા નૈ દઈએ રે માણારાજ

મેલો મેલો ઘોડલાની વાઘ
લશ્કર પૂગ્યું વાડીએ રે માણારાજ

મારે સાયબા ચૂંદડીની હોંશ,
ચૂંદડી મોંઘા મૂલની રે માણારાજ.

રિયો રિયો આજુની રાત.
ચૂંદડી તમે મૂલવા રે માણારાજ.

મેલો મેલો ઘોડલાની વાધ,
લશ્કર પૂગ્યું સીમડીએ રે માણારાજ

ઘરે નથી નણદી કે સાસુ,
કોની રે સાથે બોલી રે માણારાજ.

તમારે છે સૈયરનો સાથ,
એની રે સાથે બોલજા રે માણારાજ,

હોકો ફીયા ડેલીને દરબાર
ચલમ ફોડી ચોકમાં રે માણારાજ.

વળી વળી હીરલાની ગાંઠ
તૂટે પણ છૂટે નહિ રે માણારાજ

પડી પડી દલડામાં ભાંત.
અબાલા આ ભાવ ભાંગશે રે માણારાજ.

Aavi Rudi Ajvali Raat

Avi rudi ajavali rata.,
Rate te ramav nisarya re manaraja.

Ramyan ramyan po’r be po’ra,
Sayaboji tedan mokale re manaraja

Ghere avo gharaverini nara,
Amare javun chakari re manaraja

Avo rudo saiyarano satha,
Meline sayab nahi avun re manaraja.

Sayabane chadiyal risa,
Ghode palan nakhiyo re manaraja

Rozi dhodi pittakhiyan palana,
Alabelo chalya chakari re manaraja

Ghodi zali ghodalani pagha,
Abole jav nai daie re manaraja

Melo melo ghodalani vagh
Lashkar pugyun vadie re manaraja

Mare sayab chundadini honsha,
Chundadi mongha mulani re manaraja.

Riyo riyo ajuni rata. Chundadi tame mulav re manaraja.

Melo melo ghodalani vadha,
Lashkar pugyun simadie re manaraja

Ghare nathi nanadi ke sasu,
Koni re sathe boli re manaraja.

Tamare chhe saiyarano satha,
Eni re sathe bolaj re manaraja,

Hoko fiya deline darabar
Chalam fodi chokaman re manaraja.

Vali vali hiralani gantha
Tute pan chhute nahi re manaraja

Padi padi daladaman bhanta. Abal a bhav bhangashe re manaraja.

આવી રૂડી અજવાળી રાત - ગુજરાતી લોકગીત || AAVI RUDI AJWADI RAAT - TRADITIONAL FOLK SONGS. (2017, August 17). YouTube