અચકો મચકો કાં રે લી
તમે કિયા તે ગામનાં ગોરી રાજ, અચકો મચકો કાં રે લી
અમે નવાનગરના ગોરી રાજ, અચકો મચકો કાં રે લી
તમે કિયા તે ગામથી આવ્યા રાજ અચકો મચકો કાં રે લી
અમે પોરબંદરથી આવ્યા રાજ, અચકો મચકો કાં રે લી
તમે કેટલી તે બેન કુંવારી રાજ, અચકો મચકો કાં રે લી
અમે સાતે બેન કુંવારી રાજ, અચકો મચકો કાં રે લી
તમે કેટલા ભાઈ કુંવારા રાજ, અચકો મચકો કાં રે લી
અમે સાતે ભાઈ કુંવારા રાજ, અચકો મચકો કાં રે લી
તમને કઈ કન્યા ગમશે રાજ, અચકો મચકો કાં રે લી
અમને શામળી કન્યા ગમશે રાજ અચકો મચકો કાં રે લી
એ કાળીને શું કરશો રાજ, અચકો મચકો કાં રે લી
એ કાળી ને કામણગારી રાજ, અચકો મચકો કાં રે લી
અમે નવાનગરની છોરી રાજ, અચકો મચકો કાં રે લી
Achako Machako Kān Re Lī
Tame kiyā te gāmanān gorī rāja, achako machako kān re lī
Ame navānagaranā gorī rāja, achako machako kān re lī
Tame kiyā te gāmathī āvyā rāj achako machako kān re lī
Ame porabandarathī āvyā rāja, achako machako kān re lī
Tame keṭalī te ben kunvārī rāja, achako machako kān re lī
Ame sāte ben kunvārī rāja, achako machako kān re lī
Tame keṭalā bhāī kunvārā rāja, achako machako kān re lī
Ame sāte bhāī kunvārā rāja, achako machako kān re lī
Tamane kaī kanyā gamashe rāja, achako machako kān re lī
Amane shāmaḷī kanyā gamashe rāj achako machako kān re lī
E kāḷīne shun karasho rāja, achako machako kān re lī
E kāḷī ne kāmaṇagārī rāja, achako machako kān re lī
Ame navānagaranī chhorī rāja, achako machako kān re lī
Source: Mavjibhai