અધ ઘડી - Adh Ghadi - Gujarati & English Lyrics

અગર ચંદનનો રે હો ઓટો,
વાલે મારે નાખ્યો ફૂલનો ગોટો,
અધ ઘડી ઊભલા રે હો રે’ જો,
ઊભલા ઉતારા કરતા જાજો,
એ શું બોલ્યા રે હો ગોપી.
તેં તો મારી સઘળી લાજું લોપી … અગર …

અધ ઘડી ઊભલા રે હો રે’ જો,
ઊભલા દાતણ કરતા જાજો,
એ શું બોલ્યા રે હો ગોપી.
તેં તો મારી સઘળી લાજું લોપી …અગર …

અધ ઘડી ઊભલા રે હો રે’ જો
ઊભલા ભોજન કરતા જાજો
એ શું બોલ્યા રે હો ગોપી
તેં તો મારી સઘળી લાજું લોપી … અગર …

વાલો મારો આવે, દાતણ માંગે,
દાતણ દાડમી રે હો લેજો… અધ ઘડી…

વાલો મારો આવે નાવણ માગે,
નાંવણ જમુના નીર રે લેજો… અધ ઘડી…

વાલો મારો આવે ભોજન માંગે,
ભોજન લાપસી રે હો લેજો … અધ ઘડી…

વા’લો મારો આવે પોઢણ માંગે,
પોઢણ ઢોળીઆ રે હો લેજો,
અધ ઘડી ઊભલા રે હો રે’જો.

Adh Ghadi

Agar chandanano re ho oto,
Vale mare nakhyo fulano goto,
Adh ghadi ubhal re ho re’ jo,
Ubhal utar karat jajo,
E shun bolya re ho gopi.
Ten to mari saghali lajun lopi … Agar …

Adh ghadi ubhal re ho re’ jo,
Ubhal datan karat jajo,
E shun bolya re ho gopi.
Ten to mari saghali lajun lopi …agar …

Adh ghadi ubhal re ho re’ jo
Ubhal bhojan karat jajo
E shun bolya re ho gopi
Ten to mari saghali lajun lopi … Agar …

Valo maro ave, datan mange,
Datan dadami re ho lejo… Adh ghadi…

Valo maro ave navan mage,
Nanvan jamun nir re lejo… Adh ghadi…

Valo maro ave bhojan mange,
Bhojan lapasi re ho lejo … Adh ghadi…

Va’lo maro ave podhan mange,
Podhan dholia re ho lejo,
Adh ghadi ubhal re ho re’jo.