આગે કદમ! આગે કદમ! - Age Kadama! Age Kadama! - Lyrics

આગે કદમ! આગે કદમ!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!
યારો! ફનાના પંથ પર આગે કદમ!

આગે કદમ : પાછા જવા રસ્તો નથી;
રોકાઓ ના — ધક્કા પડે છે પીઠથી;
રોતાં નહિ — ગાતાં ગુલાબી તોરથી:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

બેસી જનારાં! કોણ દેશે બેસવાં?
આ હરઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં;
આશા ત્યજો આરામ-સેજે લેટવા:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમ! દરિયાવની છાતી પરે;
નિર્જન રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે;
પંથ ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરે:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

રહેશે અધૂરી વાટ, ભાતાં ખૂટશે;
પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે;
રસ્તે છતાં, ડુકી જવાથી શું થશે?
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આવે ન સાથીઓ સાથે છતાં,
ધિક્કાર, બદનામી, બૂરાઈ વેઠતાં,
વેરીજનોનાં વૈરનેયે ભેટતાં:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

ક્યાં ઊભશો? નીચે તપે છે પથ્થરો:
બાહેર શીતળ, ભીતરે લાવા ભર્યો;
અંગાર ઉપર ફૂલડાં શીદ પાથરો!
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આ તો બધાં છેલ્લા પછાડા પાપના;
થશે ખતમ- જો ભાઈ ઝાઝી વાર ના!
પૂરી થશે તારીય જીવનયાતના:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

જ્વાલામુખીના શૃંગ ઉપર જીવવા
તેં આદરી પ્યારી સફર, ઓ નૌજવાં!
માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવાં:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!

આગે કદમ! આગે કદમ! આગે કદમ!
યારો! ફનાના પંથ પર આગે કદમ!

-ઝવેરચંદ મેઘાણી


Age Kadama! Age Kadama!

Age kadama! Age kadama! Age kadama! Yaro! Fanan pantha par age kadama!

Age kadam : pachh jav rasto nathi;
Rokao n — dhakka pade chhe piṭhathi;
Rotan nahi — gatan gulabi torathi:
Age kadama! Age kadama! Age kadama!

Besi janaran! kon deshe besavan? A haraghadi salagi rahyan yuddho navan;
Ash tyajo arama-seje leṭava:
Age kadama! Age kadama! Age kadama!

Age kadama! Dariyavani chhati pare;
Nirjan rane, gadhan aranye, dungare;
Pantha bhale ghan ghughave ke lu zare:
Age kadama! Age kadama! Age kadama!

Raheshe adhuri vaṭa, bhatan khuṭashe;
Padashe galaman shosha, shakti tuṭashe;
Raste chhatan, duki javathi shun thashe? Age kadama! Age kadama! Age kadama!

Ave n sathio sathe chhatan,
Dhikkara, badanami, burai veṭhatan,
Verijanonan vairaneye bheṭatan:
Age kadama! Age kadama! Age kadama!

Kyan ubhasho? niche tape chhe paththaro:
Baher shitala, bhitare lav bharyo;
Angar upar fuladan shid patharo! Age kadama! Age kadama! Age kadama!

A to badhan chhella pachhad papana;
Thashe khatama- jo bhai zazi var na! Puri thashe tariya jivanayatana:
Age kadama! Age kadama! Age kadama!

Jvalamukhin shrunga upar jivava
Ten adari pyari safara, o naujavan! Mat tane mukti-kadanbe zulavan:
Age kadama! Age kadama! Age kadama!

Age kadama! Age kadama! Age kadama! Yaro! Fanan pantha par age kadama!

-zaverachanda meghani

Source: Mavjibhai