અજંતા-ઈલોરા - Ajanta-Ilora - Lyrics

અજંતા-ઈલોરા

થાપા અહીં કુંકુમના કર્યાં તેં
પ્રવેશતાં આ ઘરમાં વધૂ બની,
આ ભીંત પે દૂધ તણો હિસાબ;
યાદી પણે છે કપડાં તણી લખી;

આ હાર આખી લખી આંકડાની
ચિરંજીવીએ ગણિતજ્ઞ કો બની!
તારા ભણી ક્રોધથી તાક્યું ખાસડું,
દીવાલને અંગ થયો અહીં ઘા!

નિશ્વાસ તારા કંઈ આંકી છે ગયા
લાચારી કેરી લિપિઓ હજાર.

દારિદ્ર ટાંકણું હાથમાં લઈ
કોર્યાં જમાને કંઈ શિલ્પ આપણાં:
આ આંખની ઊંડી ગઈ બખોલ,
ને હાડકાંની કશી તીક્ષ્ણ ધાર;
આ પાસળીઓ તણું રે શું સૌષ્ઠવ,
દેવો બની મુગ્ધ જુએ, શું ગૌરવ!

અમે રચ્યાં છે અહીં સાથ સાથે
જુઓ અજંતા વળી આ ઈલોરા-
આ ઓરડીમાં દસ બાય દસની.

-સુરેશ જોશી


Ajanta-Ilora

Thap ahin kunkuman karyan ten
Praveshatan a gharaman vadhu bani,
A bhinṭa pe dudh tano hisaba;
Yadi pane chhe kapadan tani lakhi;

A har akhi lakhi ankadani
Chiranjivie ganitagna ko bani! Tar bhani krodhathi takyun khasadun,
Divalane anga thayo ahin gha!

Nishvas tar kani anki chhe gaya
Lachari keri lipio hajara.

Daridra tankanun hathaman lai
Koryan jamane kani shilpa apanan:
A ankhani undi gai bakhola,
Ne hadakanni kashi tikshna dhara;
A pasalio tanun re shun saushṭhava,
Devo bani mugdha jue, shun gaurava!

Ame rachyan chhe ahin sath sathe
Juo ajanṭa vali a ilora-
A oradiman das baya dasani.

-suresh joshi

Source: Mavjibhai