અજાણ્યા ઉતારે - Ajanya Utare - Gujarati

અજાણ્યા ઉતારે

અજાણ્યા ઉતારે ઉતરવા કહો ના
ગમતા મુકામ અમે ખુદ ઓળખીશું

સ્વાગતે ય કોઈ કુમકુમ રાખો ન હાથમાં
અમારા ઉતારા તો અમારા જ હાથમાં

મળશે જ્યાં મળવા જેવું આવી જશું આભથી
માપો ના અમને નાના મોટા કોઈ માપથી

અધીરા ઉતાવળા અમને કહો ના
ઉરના ઊંડાણ અમે ખુદ ઓળખીશું

અજાણ્યા ઉતારે ઉતરવા કહો ના


अजाण्या उतारे

अजाण्या उतारे उतरवा कहो ना
गमता मुकाम अमे खुद ओळखीशुं

स्वागते य कोई कुमकुम राखो न हाथमां
अमारा उतारा तो अमारा ज हाथमां

मळशे ज्यां मळवा जेवुं आवी जशुं आभथी
मापो ना अमने नाना मोटा कोई मापथी

अधीरा उतावळा अमने कहो ना
उरना ऊंडाण अमे खुद ओळखीशुं

अजाण्या उतारे उतरवा कहो ना


Ajanya Utare

Ajanya utare utarava kaho na
Gamata mukam ame khud olakhishun

Svagate ya koi kumakum rakho n hathaman
Amara utara to amara j hathaman

Malashe jyan malava jevun avi jashun abhathi
Mapo na amane nana mota koi mapathi

Adhira utavala amane kaho na
Urana undan ame khud olakhishun

Ajanya utare utarava kaho na


Ajāṇyā utāre

Ajāṇyā utāre utaravā kaho nā
Gamatā mukām ame khud oḷakhīshun

Svāgate ya koī kumakum rākho n hāthamān
Amārā utārā to amārā j hāthamān

Maḷashe jyān maḷavā jevun āvī jashun ābhathī
Māpo nā amane nānā moṭā koī māpathī

Adhīrā utāvaḷā amane kaho nā
Uranā ūnḍāṇ ame khud oḷakhīshun

Ajāṇyā utāre utaravā kaho nā


Source : સ્વરઃ જયશ્રી શિવરામ
ગીતઃ મહેશ શાહ
સંગીતઃ નવીન શાહ