અમને કોની રે સગાયું - Amane Koni Re Sagayun - Lyrics

અમને કોની રે સગાયું

અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો
ઘાટે ઘોડા દોડાવો.
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…
કોની રે સગાયું આજ સાંભરે

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ…
કોની રે સગાયું આજ સાંભરે

માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો,
કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો,
ઝીણી ખાજલીયું પડાવો;

આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

-દલપત પઢિયાર


Amane Koni Re Sagayun

Amane koni re sagayun aj sanbhare
Unde taliyan tute ne samadar umate…
koni re sagayun aj sanbhare

Koi palyun re bandhavo
Ghate ghod dodavo. Aghe lheryunne anbi kon ughade…
koni re sagayun aj sanbhare

Aje khonkhar uge re suni sherie,
Chalama-tanakh ude re juni dhunie;
Amane dad dekhaya peli delie…
koni re sagayun aj sanbhare

Madi vatun re vave a ujjda oṭale,
Kharatan halaradan zule re addhar todale;
Unche mobhane marag kon utare…
koni re sagayun aj sanbhare

Koi kuv re godavo,
kanthe bago ropavo,
achh oradiya linpavo,
zini khajaliyun padavo;

Aje parasalyun dhali saune ponkhie… Amane sachi re sagayun pachhi sanbhare.

-Dalapat Padhiyara

સ્વરઃ અમર ભટ્ટ
Source: Mavjibhai