અમારે તો જ્યાં નાવ ડૂબી, કિનારો!
પુરુષાર્થ ઝખમી, જવાનીય ઝખમી,
અભિલાષા જૌહર કરીને બળી ગઈ;
હવે માત્ર કેસરિયાં જ બાકી છે, જીવન!
નથી એ વિના ક્યાંય બચવાનો આરો!
નથી જોઈતું અમને સાગરનું વર્ણન,
નથી જોઈતો અમને મોજાંનો ધારો;
અમારે તો જ્યાં નાવ અટકી, ભંવર છે,
અમારે તો જ્યાં નાવ ડૂબી, કિનારો!
હશે જ્યાં લગી રક્તનું છેલ્લું ટીપું,
લડત આપશું કાળ! નક્કી સમજજે;
જો માથું જશે તો લડી લેશું ધડથી,
પડ્યો છે મરણિયાથી તારે પનારો!
દુઆ કાજ પણ હાથ ઊઠતા નથી કાં,
એ સમજાવવું કેમ દુનિયાને મારે?
સ્વમાનીનું સચવાય જેનાથી ગૌરવ,
પ્રભુ પાસ પણ ક્યાં છે એવો સહારો?
ગણ્યાં જેને મારા જગતમાં, ઓ ઈશ્વર!
એ મારા જ મારા બનીને ફરે છે,
જમાનાની એવી હવા છે કે આજે
કહેતાં ડરું છું તને પણ હું મારો.
અમારી જીવન-ઊર્મિઓ ખાસ ત્યારે
લઈ તાલ પાયલનો અંગડાઈ લે છે;
જમાવે છે જ્યારે હવા પૂરેપૂરી
કઝાની મૃદંગો, ફનાની સિતારો.
નિમંત્રણ સ્વીકારી લે મઝધાર કેરું,
તકાદો છે એ ‘શૂન્ય’ આજે સમયનો
ગહનતાઓનો તાગ લેવો છે તારે
તો પકડી બેઠો છે શાનો કિનારો?
-‘શૂન્ય’ પાલનપુરી
Amare to Jyan Nav Dubi, Kinaro!
Purushartha zakhami, javaniya zakhami,
Abhilash jauhar karine bali gai;
Have matra kesariyan j baki chhe, jivana!
Nathi e vin kyanya bachavano aro!
Nathi joitun amane sagaranun varnana,
Nathi joito amane mojanno dharo;
Amare to jyan nav aṭaki, bhanvar chhe,
Amare to jyan nav dubi, kinaro!
Hashe jyan lagi raktanun chhellun tipun,
Ladat apashun kala! Nakki samajaje;
Jo mathun jashe to ladi leshun dhadathi,
Padyo chhe maraniyathi tare panaro!
Dua kaj pan hath uṭhat nathi kan,
E samajavavun kem duniyane mare?
Svamaninun sachavaya jenathi gaurava,
Prabhu pas pan kyan chhe evo saharo?
Ganyan jene mar jagataman, o ishvara!
E mar j mar banine fare chhe,
Jamanani evi hav chhe ke aje
Kahetan darun chhun tane pan hun maro.
Amari jivana-urmio khas tyare
Lai tal payalano angadai le chhe;
Jamave chhe jyare hav purepuri
Kazani mrudango, fanani sitaro.
Nimantran svikari le mazadhar kerun,
Takado chhe e ‘shunya’ aje samayano
Gahanataono tag levo chhe tare
To pakadi betho chhe shano kinaro?
-‘Shunya’ Palanapuri