અમે આંધી વચ્ચે તણખલાંના માણસ - Ame Andhi Vachche Tanakhalanna Manasa - Lyrics

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી - નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ

-ભગવતીકુમાર શર્મા


Ame Andhi Vachche Tanakhalanna Manasa

Ame andhi vachche tanakhalanna manasa;
Pil shvasani tuchchha ghaṭanan manasa.

Fatananna manasa, marasiyan manasa;
Ame varasagat samasyan manasa.

‘kadi’thi ‘sadi’ni anidran manasa;
Prabhatoni shashvat pratikshan manasa.

Ame amane malavane zurat j rahie;
Sadakavanṭa zibrat tolan manasa.

Shikhara? Khina? Dhummasa? Suraja? Ke kashun nain?
‘tu bi - not tu bi’ ni ‘ha-na’ n manasa.

Bharat koi gunthatun rahe moralanun;
Ame ṭachcha tunpat ṭahukan manasa.

Mali ajivan ked dhruvan pradeshe;
Hat apane mul tadakan manasa

-Bhagavatikumar Sharma

સ્વરઃ નયનેશ જાની
Source: Mavjibhai