અમે બરફનાં પંખી રે - Ame Barafanan Pankhi Re - Lyrics

અમે બરફનાં પંખી રે

અમે બરફનાં પંખી રે… ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે
ખરતાં પીંછે પ છડાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફનાં પંખી રે… ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલાંસૂકાં જંગલ વચ્ચે
કાબરચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં!
અમે બરફનાં પંખી રે… ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં.

-અનિલ જોશી


Ame Barafanan Pankhi Re

Ame barafanan pankhi re… bhai, ṭahuke ṭahuke pigalyan.

Luman tarato ghor unalo
Ame ughade dile
Ogalati kayanan tipan
Kamalapandadi zile
Kharatan pinchhe p chhadati bappor mukine nikalyan!
Ame barafanan pankhi re… bhai, ṭahuke ṭahuke pigalyan.

Lilansukan jangal vachche
Kabarachitaran rahie
Nabhaman udatan sanja pade to
Sonalavaranan thaie
Rat pade ne dal uparathi koyal thaine ṭahukyan!
Ame barafanan pankhi re… bhai ṭahuke ṭahuke pigalyan.

-anil joshi

Source: Mavjibhai