અમે ફેર ફુદરડી
અમે ફેર ફુદરડી રમતા’તા, અમે ફેર ફુદરડી રમતા’તા
ફેર ફુદરડી ફરતાં ફરતાં પડી જવાની કેવી મજા!
ભાઈ, પડી જવાની કેવી મજા!
અમે સંતાકુકડી રમતા’તા, અમે સંતાકુકડી રમતા’તા
સંતાકુકડી રમતાં રમતાં, પકડાઈ જવાની કેવી મજા!
ભાઈ, પકડાઈ જવાની કેવી મજા!
અમે આમલી પીપળી રમતા’તા
અમે આમલી પીપળી રમતા’તા
આમલી પીપળી રમતાં રમતાં, સંતાઈ જવાની કેવી મજા!
ભાઈ, સંતાઈ જવાની કેવી મજા!
અમે બિલ્લી ઉંદર રમતા’તા, અમે બિલ્લી ઉંદર રમતા’તા
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતા’તા
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતા’તા
ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં નાસી જવાની કેવી મજા!
ભાઈ, નાસી જવાની કેવી મજા!
અમે સાતતાળી રમતા’તા, અમે સાતતાળી રમતા’તા
સાતતાળી રમતાં રમતાં દોડી જવાની કેવી મજા!
ભાઈ, દોડી જવાની કેવી મજા!
Ame Fer Fudaraḍī
Ame fer fudaraḍī ramatā’tā, ame fer fudaraḍī ramatā’tā
Fer fudaraḍī faratān faratān paḍī javānī kevī majā!
Bhāī, paḍī javānī kevī majā!
Ame santākukaḍī ramatā’tā, ame santākukaḍī ramatā’tā
Santākukaḍī ramatān ramatān, pakaḍāī javānī kevī majā!
Bhāī, pakaḍāī javānī kevī majā!
Ame āmalī pīpaḷī ramatā’tā
Ame āmalī pīpaḷī ramatā’tā
Āmalī pīpaḷī ramatān ramatān, santāī javānī kevī majā!
Bhāī, santāī javānī kevī majā!
Ame billī undar ramatā’tā, ame billī undar ramatā’tā
Ame chun chun myāun myāun karatā’tā
Ame chun chun myāun myāun karatā’tā
Chun chun myāun myāun karatān karatān nāsī javānī kevī majā!
Bhāī, nāsī javānī kevī majā!
Ame sātatāḷī ramatā’tā, ame sātatāḷī ramatā’tā
Sātatāḷī ramatān ramatān doḍī javānī kevī majā!
Bhāī, doḍī javānī kevī majā!
Source: Mavjibhai