અમોને નજરું લાગી - Amone Najarun Lagi - Lyrics

અમોને નજરું લાગી

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બ્હાર
અમોને નજરું લાગી

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો
હવે ન ઊખડ્યો જાય થાળીને વળગી બેઠો સીધો

આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂકી

જડનેયે આ સૂઝ
તો ર્‌હેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર

જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ
અમોને નજરું લાગી

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કોક
ટુચકા તરહ તરહ અજમાવી થાક્યાં સઘળાં લોક

ચિત્ત ન ચોંટે ક્યાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય
અમોને નજરું લાગી

લ્યો નજરું વાળી લઉં પાછી એમ કહી કો આવ્યું
નજરું પાછી નહિ મળે આ દરદ હવે મનભાવ્યું

હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર
અમોને નજરું લાગી

-હરીન્દ્ર દવે


Amone Najarun Lagi

Sol saji shanagar
gayan jyan jarik gharani bhar
amone najarun lagi

Be panpanani vachchethi
ek saraki avi sapan
dankhi gai varanagi

Kansa kere vaṭakade najarunno tuchako kidho
Have n ukhadyo jaya thaline valagi betho sidho

Av nhoya utar
najaran am n tute tar
amone najarun lagi

Tel tani lai vat ame dival upar jai fenki
Khili sam khodai gai tyan nav vanki nav chuki

Jadaneye a suz
to rhevun kem kari anabuz
amone najarun lagi

Sat vakhat sukan marachanno shirathi karyo utara
Ag mahin homyan tyan to kain vadhato chalyo bhara

Jalatan toya n vas
amone kem n lage pas
amone najarun lagi

Bhuvo kahe n kam amarun najar akari koka
Tuchak tarah tarah ajamavi thakyan saghalan loka

Chitṭa n chonte kyanya
have to rahyunsahyun n jaya
amone najarun lagi

Lyo najarun vali laun pachhi em kahi ko avyun
Najarun pachhi nahi male a darad have manabhavyun

Have najarano bhar
jivanano thai betho adhar
amone najarun lagi

-harindra dave

Source: Mavjihai