અનેરી પાંજે વતનજી ગાલ્યું - Aneri Panje Vatanaji Galyun - Gujarati

અનેરી પાંજે વતનજી ગાલ્યું

પાંજે વતનજી ગાલ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું

      દુંદાળા દાદાજી  જેવા એ  ડુંગરા
      ઉજ્જડ છો દેખાવે ભૂંડા ને ભૂખરા

                 બાળપણું  ખૂંદી  ત્યાં ગાળ્યું
                 અનેરી પાંજે વતનજી ગાલ્યું

      પાદરની  દેરીપે  ઝૂકેલા ઝુંડમાં
      ભર્યે તળાવ પેલા કૂવા ને કુંડમાં

                 છોટપણું  છંદમાં   ઉછાળ્યું
                 અનેરી પાંજે વતનજી ગાલ્યું
	
      પેલી નિશાળ  જેમાં ખાધી'તી સોટીયું
      પેલી શેરી જ્યાં હારી ખાટી લખોટીયું

                 કેમે   ભુલાય   કાન ઝાલ્યું
                 અનેરી પાંજે વતનજી ગાલ્યું

      બુઢ્ઢા મીઠીમા  એની  મીઠેરી બોરડી
      ચોકી ખડી એની થડ માંહે  ઓરડી
      દીધાં શાં ખાવા અમે ઝંઝેરી બોરડી

                 બોર ભેગી ખાધી'તી ગાળ્યું
                 અનેરી પાંજે વતનજી ગાલ્યું

      બાવા  બજરંગીની  ઘંટા ગજાવતી
      ગોમી ગોરાણીની જીભને ચગાવતી
      ગોવા  નાવીની   છટાને  છકાવતી

                 રંગીલી     રંજીલી   ગાલ્યું
                 અનેરી પાંજે વતનજી ગાલ્યું

      વ્હાલભર્યા વેલામાં ચંચી એ ચીકણી
      તંતીલી  અંબા ને  ગંગુ  એ બીકણી
      શ્યામુ કાકાની  એ ધમકીલી છીંકણી

                 જેવું   બધુંય   ગયું   હાલ્યું
                 અનેરી પાંજે વતનજી ગાલ્યું

      છોટી  નિશાળમાંથી  મોટીમાં  ચાલ્યા
      પટ પટ  અંગરેજી  બોલ બે'ક ઝાલ્યા
      ભાઈ ભાઈ ક્‌હેવાતાં અકડાતા હાલ્યા
	
                 મોટપણું   મ્હોરન્તું   ચાલ્યું
                 અનેરી પાંજે વતનજી ગાલ્યું

अनेरी पांजे वतनजी गाल्युं

पांजे वतनजी गाल्युं
अनेरी पांजे वतनजी गाल्युं

      दुंदाळा दादाजी  जेवा ए  डुंगरा
      उज्जड छो देखावे भूंडा ने भूखरा

                 बाळपणुं  खूंदी  त्यां गाळ्युं
                 अनेरी पांजे वतनजी गाल्युं

      पादरनी  देरीपे  झूकेला झुंडमां
      भर्ये तळाव पेला कूवा ने कुंडमां

                 छोटपणुं  छंदमां   उछाळ्युं
                 अनेरी पांजे वतनजी गाल्युं
	
      पेली निशाळ  जेमां खाधी'ती सोटीयुं
      पेली शेरी ज्यां हारी खाटी लखोटीयुं

                 केमे   भुलाय   कान झाल्युं
                 अनेरी पांजे वतनजी गाल्युं

      बुढ्ढा मीठीमा  एनी  मीठेरी बोरडी
      चोकी खडी एनी थड मांहे  ओरडी
      दीधां शां खावा अमे झंझेरी बोरडी

                 बोर भेगी खाधी'ती गाळ्युं
                 अनेरी पांजे वतनजी गाल्युं

      बावा  बजरंगीनी  घंटा गजावती
      गोमी गोराणीनी जीभने चगावती
      गोवा  नावीनी   छटाने  छकावती

                 रंगीली     रंजीली   गाल्युं
                 अनेरी पांजे वतनजी गाल्युं

      व्हालभर्या वेलामां चंची ए चीकणी
      तंतीली  अंबा ने  गंगु  ए बीकणी
      श्यामु काकानी  ए धमकीली छींकणी

                 जेवुं   बधुंय   गयुं   हाल्युं
                 अनेरी पांजे वतनजी गाल्युं

      छोटी  निशाळमांथी  मोटीमां  चाल्या
      पट पट  अंगरेजी  बोल बे'क झाल्या
      भाई भाई क्‌हेवातां अकडाता हाल्या
	
                 मोटपणुं   म्होरन्तुं   चाल्युं
                 अनेरी पांजे वतनजी गाल्युं

Aneri Panje Vatanaji Galyun

Panje vatanaji galyun
aneri panje vatanaji galyun

      dundala dadaji  jeva e  dungara
      ujjad chho dekhave bhunda ne bhukhara

                 balapanun  khundi  tyan galyun
                 aneri panje vatanaji galyun

      padarani  deripe  zukela zundaman
      bharye talav pela kuva ne kundaman

                 chhotapanun  chhandaman   uchhalyun
                 aneri panje vatanaji galyun
	
      peli nishal  jeman khadhi'ti sotiyun
      peli sheri jyan hari khati lakhotiyun

                 keme   bhulaya   kan zalyun
                 aneri panje vatanaji galyun

      budhdha mithima  eni  mitheri boradi
      choki khadi eni thad manhe  oradi
      didhan shan khava ame zanzeri boradi

                 bor bhegi khadhi'ti galyun
                 aneri panje vatanaji galyun

      bava  bajarangini  ghanta gajavati
      gomi goranini jibhane chagavati
      gova  navini   chhatane  chhakavati

                 rangili     ranjili   galyun
                 aneri panje vatanaji galyun

      vhalabharya velaman chanchi e chikani
      tantili  anba ne  gangu  e bikani
      shyamu kakani  e dhamakili chhinkani

                 jevun   badhunya   gayun   halyun
                 aneri panje vatanaji galyun

      chhoti  nishalamanthi  motiman  chalya
      pat pat  angareji  bol be'k zalya
      bhai bhai khevatan akadata halya
	
                 motapanun   mhorantun   chalyun
                 aneri panje vatanaji galyun

Anerī pānje vatanajī gālyun

Pānje vatanajī gālyun
anerī pānje vatanajī gālyun

      dundāḷā dādājī  jevā e  ḍungarā
      ujjaḍ chho dekhāve bhūnḍā ne bhūkharā

                 bāḷapaṇun  khūndī  tyān gāḷyun
                 anerī pānje vatanajī gālyun

      pādaranī  derīpe  zūkelā zunḍamān
      bharye taḷāv pelā kūvā ne kunḍamān

                 chhoṭapaṇun  chhandamān   uchhāḷyun
                 anerī pānje vatanajī gālyun
	
      pelī nishāḷ  jemān khādhī'tī soṭīyun
      pelī sherī jyān hārī khāṭī lakhoṭīyun

                 keme   bhulāya   kān zālyun
                 anerī pānje vatanajī gālyun

      buḍhḍhā mīṭhīmā  enī  mīṭherī boraḍī
      chokī khaḍī enī thaḍ mānhe  oraḍī
      dīdhān shān khāvā ame zanzerī boraḍī

                 bor bhegī khādhī'tī gāḷyun
                 anerī pānje vatanajī gālyun

      bāvā  bajarangīnī  ghanṭā gajāvatī
      gomī gorāṇīnī jībhane chagāvatī
      govā  nāvīnī   chhaṭāne  chhakāvatī

                 rangīlī     ranjīlī   gālyun
                 anerī pānje vatanajī gālyun

      vhālabharyā velāmān chanchī e chīkaṇī
      tantīlī  anbā ne  gangu  e bīkaṇī
      shyāmu kākānī  e dhamakīlī chhīnkaṇī

                 jevun   badhunya   gayun   hālyun
                 anerī pānje vatanajī gālyun

      chhoṭī  nishāḷamānthī  moṭīmān  chālyā
      paṭ paṭ  angarejī  bol be'k zālyā
      bhāī bhāī khevātān akaḍātā hālyā
	
                 moṭapaṇun   mhorantun   chālyun
                 anerī pānje vatanajī gālyun

Source : સુંદરજી બેટાઈ