આંખ મીંચીને જોઉં તો - Ankha Minchine Joun To - Lyrics

આંખ મીંચીને જોઉં તો

આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે
કોઈ કંઈ કરતું નથી આ બધું તો થાય છે

હાથ હોવાથી જ કંઈ ક્યાં કશું પકડાય છે
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે

આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે
ક્યાંક કંઈ ખૂલી રહ્યું ક્યાંક કંઈ બિડાય છે

જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે

શબ્દને અર્થો હતાં ઓગળી કલરવ થયાં
મન ઝરણ પંખી બધું ક્યાં જુદું પરખાય છે

-રાજેન્દ્ર શુક્લ


Ankha Minchine Joun To

A ahin pahonchyan pachhi aṭalun samajaya chhe
Koi kani karatun nathi a badhun to thaya chhe

Hath hovathi j kani kyan kashun pakadaya chhe
Shvas jev shvas pan vaya chhe to vaya chhe

Ankha minchine have joun to dekhaya chhe
Kyanka kani khuli rahyun kyanka kani bidaya chhe

Je zalakatun hoya chhe tarakonan maunaman
E j to saurabh bani angane vikharaya chhe

Shabdane artho hatan ogali kalarav thayan
Man zaran pankhi badhun kyan judun parakhaya chhe

-rajendra shukla

Source: Mavjibhai