આપ જ આવા તો જોયા - Ap J Av to Joya - Lyrics

આપ જ આવા તો જોયા

આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

મેં તો માનેલું, કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

દુર્બલ, દીન, નિરાશ વળેલો,
દૂરથી દેખી શું રોયા! પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

પંકનિમગ્ન હતાં ચરણો તે,
પોતે દયાથી શું ધોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

સ્વચ્છ કરી જખમો સહુ જૂના,
લેપ લગાડી લોહ્યાં! પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

મેં તો માનેલું, કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

-મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’


Ap J Av to Joya

Ap j av to joya, pit prabhu! Ap j av to joya!

Men to manelun, ke khoya, pit prabhu! Ap j av to joya!

Durbala, dina, nirash valelo,
Durathi dekhi shun roya! pit prabhu! Ap j av to joya!

Pankanimagna hatan charano te,
Pote dayathi shun dhoya, pit prabhu! Ap j av to joya!

Svachchha kari jakhamo sahu juna,
Lep lagadi lohyan! pit prabhu! Ap j av to joya!

Men to manelun, ke khoya, pit prabhu! Ap j av to joya!

Ap j av to joya, pit prabhu! Ap j av to joya!

-Manishankar Ratnaji Bhatṭa ‘Kanta’