આપણા દુ:ખનું કેટલું જોર? - Apan Du:Khanun Keṭalun Jora? -Lyrics

આપણા દુ:ખનું કેટલું જોર?

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો
મચવીએ નહિ શોર!

ભારનુ વાહન કોણ બની રહે?
નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી,
ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે
રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

જલભરી દૃગ સાગર પેખે,
હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું,
એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ
પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

આપણે ના કંઈ રંક,
ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે,
મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ,
હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

-રાજેન્દ્ર શાહ


Apan Du:Khanun Keṭalun Jora?

Bhai re, apan du:khanun keṭalun jora? Nani evi jatak vatano
Machavie nahi shora!

Bharanu vahan kon bani rahe? Nahi alunanun kama,
Apan to badabhagi,
Khamiranun aj gavaya re gana;
Sajal meghani shalape sohe
Rangadhanushani kora. Bhai re, apan du:khanun keṭalun jora?

Jalabhari drug sagar pekhe,
Hasati kamalafula,
Kokadun chhe pan reshamanun,
Enun zinun vanaya dukula;
Nibid ratan kajal pachhala
Pragate arun bhora. Bhai re, apan du:khanun keṭalun jora?

Apane n kani ranka,
Bharyobharyo manhyalo kosh apara;
Avav do jene avavun apane,
Mulavashun niradhara;
Abh zare bhale aga,
Hasi hasi ful zare gulamhora. Bhai re, apan du:khanun keṭalun jora?

-rajendra shaha

Source: Mavjibhai