આવવું ન આશ્રમે
આવવું ન આશ્રમે મળે નહિ સ્વતંત્રતા
જંપવું નથી લગાર જો નહિ સ્વતંત્રતા
સ્નેહ સૌખ્ય સૌ હરામ ના મળે સ્વતંત્રતા
જીવવું મર્યા સમાન ના યદિ સ્વતંત્રતા
પુત્ર દાર
જન્મ મૃત્યુના જુહાર
જંપવું ન જાલીમોય જંપશે ન સૌ ખુવાર
મૃત્યુ કે સ્વતંત્રતા લખી ન આ લલાટ હાર
આકરા પુકારી કોલ વીરલા રણે ચડ્યા
ખેતરો ખૂંદ્યા અને ભમ્યા અનેક ગામડાં
મહી વટ્યા ઝૂલ્યા સપૂત માત અંક નર્મદા
ઝૂંપડે જઈ વસ્યા પ્રજા અવાજ પામવા
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો
સર્વ સાથ કોઈ ના બધું સમાન એકલો
રાષ્ટ્ર-દેવ રાષ્ટ્ર-પ્રાણની પીછે સહુ ધસ્યા
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા
પગે પડે
સુવર્ણ માટીમાં મઢે
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે
જીવશે ન જીવવા દઈ સપૂત જાલીમો
મારશે ય મુક્તિ મહેલ તો ચણાય રાખનો
(૨૯-૦૪-૧૯૩૦)
-કૃષ્ણલાલ શ્રીધરાણી
Avavun N Ashrame
Avavun n ashrame male nahi swatantrata
Janpavun nathi lagar jo nahi swatantrata
Sneh saukhya sau haram n male swatantrata
Jivavun marya saman n yadi swatantrata
Putra dara
Janma mrutyun juhara
Janpavun n jalimoya janpashe n sau khuvara
Mrutyu ke swatantrat lakhi n a lalat hara
Akar pukari kol viral rane chadya
Khetaro khundya ane bhamya anek gamadan
Mahi vatya zulya saput mat anka narmada
Zunpade jai vasya praj avaj pamava
Mokhare dhape hasi hasi javan dosalo
Sarva sath koi n badhun saman ekalo
Rashtra-dev rashtra-pranani pichhe sahu dhasya
Ek e anantamanthi sindhu sat umatya
Page pade
Suvarna matiman madhe
Asankhya umati praj punit padaman pade
Janman gulamane swatantra janma sanpade
Jivashe n jivav dai saput jalimo
Marashe ya mukti mahel to chanaya rakhano
(29-04-1930)
-krushnalal shridharani
Source: Mavjibhai