બા લાગે વહાલી
બા  લાગે  વહાલી, મને તો બા લાગે વહાલી
વહાલામાં  વહાલી, મને તો બા લાગે વહાલી
હિંચોળી ગીત મીઠાં ગાતી
દૂધ  મીઠું  પાતી, મને તો બા લાગે વહાલી
જે  માગું  તે  સઘળું દેતી
બચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી
હસું રમું  તો  રાજી થાતી
રડું  તો  મૂંઝાતી, મને તો બા લાગે વહાલી
વાંક  બધા યે માફ કરીને
મારા  ગુણ ગાતી, મને તો બા લાગે વહાલી
-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
Ba Lage Vahali
B  lage  vahali, mane to b lage vahali
Vahalaman  vahali, mane to b lage vahali
Hincholi git mithan gati
Dudh  mithun  pati, mane to b lage vahali
Je  magun  te  saghalun deti
Bachio bahu leti, mane to b lage vahali
Hasun ramun  to  raji thati
Radun  to  munzati, mane to b lage vahali
Vanka  badh ye maf karine
Mar  gun gati, mane to b lage vahali
-tribhuvanadas gaurishankar vyasa
Source: Mavjibhai