બહુ પુણ્ય કેરા પુંજથી - Bahu Punya Ker Punjathi - Lyrics

બહુ પુણ્ય કેરા પુંજથી

(હરિગીત)
બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો, આંટો નહિ એકે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો? …૧

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું એ તો કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો,
એનો વિચાર નહિ અહો હો! એક પળ તમને હવો!! …૨

નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન, જેથી જંજીરેથી નીકળે;
પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. …૩

હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબધે વળગણા છે? રાખું કે એ પરહરું?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. …૪

તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે આત્મ તારો! આત્મ તારો! શીઘ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમ દૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. …૫

-શ્રીમદ્ રાજચંદ્ર


Bahu Punya Ker Punjathi

(harigita)
Bahu punya ker punjathi, shubh deh manavano malyo,
Toye are! bhavachakrano, anto nahi eke ṭalyo;
Sukh prapṭa karatan sukh ṭale chhe, lesh e lakshe laho,
Kshan kshan bhayankar bhavamarane, kan aho rachi raho? …1

Lakshmi ane adhikar vadhatan, shun vadhyun e to kaho?
Shun kutunba ke parivarathi vadhavapanun, e naya graho;
Vadhavapanun sansaranun nar dehane hari javo,
Eno vichar nahi aho ho! ek pal tamane havo!! …2

Nirdosh sukha, nirdosh ananda, lyo game tyanthi bhale,
E divya shaktimana, jethi janjirethi nikale;
Par vastuman nahi munzavo, eni daya mujane rahi,
E tyagav siddhanṭa ke pashchataduahkha te sukh nahin. …3

Hun kon chhun? Kyanthi thayo? Shun swarup chhe marun kharun?
Kon sanbadhe valagan chhe? rakhun ke e paraharun?
En vichar vivekapurvaka, shanṭa bhave jo karya,
To sarva atmik gnananan siddhantatatva anubhavyan. …4

Te prapṭa karav vachan konun satya keval manavun?
Nirdosh naranun kathan mano ‘teha’ jene anubhavyun;
Re atma taro! atma taro! shighra ene olakho,
Sarvatmaman sam drushti dyo a vachanane hrudaye lakho. …5

-Shrimad Rajachandra

સ્વરઃ આશિત દેસાઈ
Source: Mavjibhai