બળતાં પાણી
(શિખરિણી)
નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો
પડે ઓળા પાણી મહિં સરિત હૈયૈ સળગતી
ઘણું દાઝે દેહે તપી તપી ઊડે બિંદુ જળના
વરાળો હૈયાંની પણ મદદ કંઈ ના દઈ શકે
જરી થંભી જૈને ઉછળી દઈ છોળો તપ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને
અરે જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપીયું
નવાણોમાં તેને સમય પર દૈ બુંદ ન શકે
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી લોપીને સ્વજન દુઃખને શાંત કરવું
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બુઝવવા
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની
વહી આવી આંહિ ગિરિદવ શમાવાનું થઈ ર્હે
અરે એ તે ક્યારે ભસમ સહુ થઈ જાય પછીથી
-ઉમાશંકર જોશી
Balatan Pani
(shikharini)
Nadi dode sode bhadabhad bale dungar vano
Pade ol pani mahin sarit haiyai salagati
Ghanun daze dehe tapi tapi ude bindu jalana
Varalo haiyanni pan madad kani n dai shake
Jari thanbhi jaine uchhali dai chholo tap pare
Pahadone chhanti shital karavanun nav bane
Are je phadoe nij sahu nichovi arapiyun
Navanoman tene samaya par dai bunda n shake
Kinarani anki jad kaṭhan maz kyam kari
Uthapi lopine swajan duahkhane shanṭa karavun
Nadine pasenan salagi maratanne avagani
Javun sindhu ker adith vadavagni buzavava
Pachhi tyanthi ko di jalabhar bhale vadal bani
Vahi avi anhi giridav shamavanun thai rhe
Are e te kyare bhasam sahu thai jaya pachhithi
-umashankar joshi
Source: Mavjibhai