બાર બાર વરસે નણદલ પધાર્યાં - Bar Bar Varse Nandal Padharya - Gujarati & English Lyrics

બાર બાર વરસે નણદલ પધાર્યાં,
ભાભી ઉતારા ઘો ને રાજ ! નણદલ પરોણલાં

ઘર પછવાડે પડેલ ખંડેરા,
જઈને ઉતારા કરજો રાજ ! નણદલ પરોણલાં

ઉતારા તો ભાભી સભર બનાવ્યા
હવે દાતણિયાં દેજો રાજ ! નણદલ પરોણલાં

ઘર પછવાડે થોરનું થૂંડું,
વેડી દાતણિયાં કરજો રાજ ! નણદલ પરોણલાં

દાતણિયાં તો ભાભી સભર બનાવ્યાં
હવે નાવણિયાં. દેજો રાજ ! નણદલ પરોણલાં

ઘર પછવાડે ભરેલ ખાબોચિયાં,
જઈને નાણિયાં કરજો રાજ ! નણદલ પરોણલાં

નાવણિયાં તો ભાભી સભર બનાવ્યાં
હવે ભાજનિયાં દેજો રાજ ! નણદલ પરોણ

તમારે વીરે શાળ નથી વાવી,
ઘઉંમાં આવ્યો ગેરૂ રાજ ! નણદલ પરોણલાં

ભોજનિયાં તો ભાભી સભર બનાવ્યાં
હવે મારગડા ચીંધો રાજ ! નણદલ પરોણલાં

ઠાલા તે કૂવા ઠેકતા જાજો
ભર્યા કૂવામાં પડજો રાજ ! નણદલ પરોણલાં

મારા હૈયામાં હામ જ રહી ગઈ
માર્યા વન્યાની વઈ ગઈ રાજ ! નણદલ પરોણલાં

Bar Bar Varse Nandal Padharya

Bar bar varase nanadal padharyan,
Bhabhi utar gho ne raj ! Nanadal paronalan

Ghar pachhavade padel khandera,
Jaine utar karajo raj ! Nanadal paronalan

Utar to bhabhi sabhar banavya
Have dataniyan dejo raj ! Nanadal paronalan

Ghar pachhavade thoranun thundun,
Vedi dataniyan karajo raj ! Nanadal paronalan

Dataniyan to bhabhi sabhar banavyan
Have navaniyan. Dejo raj ! Nanadal paronalan

Ghar pachhavade bharel khabochiyan,
Jaine naniyan karajo raj ! Nanadal paronalan

Navaniyan to bhabhi sabhar banavyan
Have bhajaniyan dejo raj ! Nanadal parona

Tamare vire shal nathi vavi,
Ghaunman avyo geru raj ! Nanadal paronalan

Bhojaniyan to bhabhi sabhar banavyan
Have maragad chindho raj ! Nanadal paronalan

Thal te kuv thekat jajo
Bharya kuvaman padajo raj ! Nanadal paronalan

Mar haiyaman ham j rahi gai
Marya vanyani vai gai raj ! Nanadal paronalan