બેનીને ઝબલે રૂપાળા મોર - Benine Zabale Rupada Mor - Gujarati Rhymes Lyrics

બેનીને ઝબલે રૂપાળા મોર છે
બેની મારી મારા કાળજાની કોર છે

બેની મેડીએ રમે, બેની માડીને ગમે
બેની ફળીયે રમે, બેની ફઈને ગમે
બેની મેદાને રમે, બેની ભાઈને ગમે

બેની સૈયરુંમાં રમે, બેની સૈયરુંને ગમે
બેની શેરીમાં રમે, બેની સૌને ગમે

બેનીને ઝબલે રૂપાળા મોર છે
બેની મારી મારા કાળજાની કોર છે


Benīne zabale rūpāḷā mor chhe
Benī mārī mārā kāḷajānī kor chhe

Benī meḍīe rame, benī māḍīne game
Benī faḷīye rame, benī faīne game
Benī medāne rame, benī bhāīne game

Benī saiyarunmān rame, benī saiyarunne game
Benī sherīmān rame, benī saune game

Benīne zabale rūpāḷā mor chhe
Benī mārī mārā kāḷajānī kor chhe