ભગવાનની પૂજારીને પ્રાર્થના - Bhagavanani Pujarine Prarthana - Lyrics

ભગવાનની પૂજારીને પ્રાર્થના

પ્રાર્થું આટલું એક પૂજારી
એકાદી તો આ મંદિરમાં
રાખ ઉઘાડી બારી
પ્રાર્થું આટલું એક પૂજારી

રહ્યો રુંધાઈ આતમ મારો યુગ યુગના બંધિયારે
અકળાયાને શેં અકળાવે આરતીના અંધારે
પ્રાર્થું આટલું એક પૂજારી

પગમાં દોરો કેડ કંદોરો ડોકે હારની ભારી
અંગેઅંગ જંજીર જડી તેં તેની બળતરા કાળી
પ્રાર્થું આટલું એક પૂજારી

રમે તું રંગે ને હું તુરંગે આફત કેવી ઉતારી
મુક્તિ માગી મશ્કરી કર મા દયા હું યાચું તારી
પ્રાર્થું આટલું એક પૂજારી

-કરસનદાસ માણેક


Bhagavanani Pujarine Prarthana

Prarthun aṭalun ek pujari
Ekadi to a mandiraman
Rakh ughadi bari
Prarthun aṭalun ek pujari

Rahyo rundhai atam maro yug yugan bandhiyare
Akalayane shen akalave aratin andhare
Prarthun aṭalun ek pujari

Pagaman doro ked kandoro doke harani bhari
Angeanga janjir jadi ten teni balatar kali
Prarthun aṭalun ek pujari

Rame tun range ne hun turange afat kevi utari
Mukti magi mashkari kar m daya hun yachun tari
Prarthun aṭalun ek pujari

-karasanadas maneka

Source: Mavjibhai