ભગ્ન સ્વપ્નની નાવ - Bhagna Swapnani Nava - Lyrics

ભગ્ન સ્વપ્નની નાવ

મારી નાવ કરે કો પાર?
કાળાં ભમ્મર જેવાં પાણી
જુગ જુગ સંચિત રે! અંધાર

સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ
રાતદિવસ નહિ સાંજસવાર!
મારી નાવ કરે કો પાર?
ભાવિના નહિ પ્રેરક વાયુ
ભૂત તણો દાબે ઓથાર

અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોતપછાડ!
મારી નાવ કરે કો પાર?

નથી હીરા, નથી માણેક, મોતી
કનક તણો નથી એમાં ભાર

ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો પાર?

-સ્નેહરશ્મિ


Bhagna Swapnani Nava

Mari nav kare ko para? Kalan bhammar jevan pani
jug jug sanchit re! Andhara

Suryachandra nahi, nahi nabhajyoti
ratadivas nahi sanjasavara!
mari nav kare ko para?
Bhavin nahi prerak vayu
bhut tano dabe othara

Adhadubi divadandi para
khati ash motapachhada!
mari nav kare ko para?

Nathi hira, nathi maneka, moti
kanak tano nathi eman bhara

Bhagna swapnan khandit tukada
tari kon utare para?
mari nav kare ko para?

-sneharashmi

Source: Mavjibhai