ભીંત ફાડીને પીપળો - Bhinṭa Fadine Pipalo - Lyrics

ભીંત ફાડીને પીપળો

ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો,
જીરણ એની કાયા,
રે હો જીરણ એની કાયા:
કાંકરી-ચૂનો રોજ ખરે ને
ધ્રૂજે વજ્જર-પાયા,
રે હો ધ્રૂજે વજ્જર-પાયા!

પાંદડે પાંદડે તેજ ફરૂકે,
મૂળ ઊંડેરા ઘાલે,
રે હો મૂળ ઊંડેરા ઘાલે:
ચોગમ આડા હાથ પસારી
ગઢની રાંગે ફાલે,
રે હો ગઢની રાંગે ફાલે!

કોક કોડીલી પૂજવા આવે,
છાંટે કંકુ-છાંટા,
રે હો છાંટે કંકુ-છાંટા:
સૂતરનો એક વીંટલો છોડી
ફરતી એકલ આંટા,
રે હો ફરતી એકલ આંટા!

ભીંત પડી, પડ્યો પીપળો એક દી
ડાળીયું સાવ સુકાણી,
રે હો ડાળીયું સાવ સુકાણી:
ચીરતો એનું થડ કુહાડો,
લાકડે આગ મુકાણી,
રે હો લાકડે આગ મુકાણી.

જડને ટોડલે ચેતન મ્હોરે,
પૂજવા આવે માયા,
રે હો પૂજવા આવે માયા:
લાખ કાચા લોભ-તાંતણે બાંધે,
મનવા! કેમ બંધાયા?
મારા મનવા! કેમ બંધાયા?

-વેણીભાઈ પુરોહિત


Bhinṭa Fadine Pipalo

Bhinṭa fadine pipalo re ugyo,
Jiran eni kaya,
Re ho jiran eni kaya:
Kankari-chuno roj khare ne
Dhruje vajjara-paya,
Re ho dhruje vajjara-paya!

Pandade pandade tej faruke,
Mul under ghale,
Re ho mul under ghale:
Chogam ad hath pasari
Gadhani range fale,
Re ho gadhani range fale!

Kok kodili pujav ave,
Chhante kanku-chhanta,
Re ho chhante kanku-chhanta:
Sutarano ek vinṭalo chhodi
Farati ekal anta,
Re ho farati ekal anta!

Bhinṭa padi, padyo pipalo ek di
Daliyun sav sukani,
Re ho daliyun sav sukani:
Chirato enun thad kuhado,
Lakade ag mukani,
Re ho lakade ag mukani.

Jadane todale chetan mhore,
Pujav ave maya,
Re ho pujav ave maya:
Lakh kach lobha-tantane bandhe,
Manava! kem bandhaya? Mar manava! kem bandhaya?

-venibhai purohita

Source: Mavjibhai