ભીંત મૂંગી રહી - Bhinṭa Mungi Rahi - Lyrics

ભીંત મૂંગી રહી

આંગણું બડબડ્યું ડેલી બોલી પડી ભીંત મૂંગી રહી
ઘર વિશે અવનવી વાત સહુએ કરી ભીંત મૂંગી રહી

આભમાં ઊડતી બારીઓ પથ્થરે કાં જડાઈ ગઈ?
વાત એ પૂછનારેય પૂછી ઘણી ભીંત મૂંગી રહી

‘આવજો કહેવું શું પથ્થરોને ?’ ગણી કોઈએ ના કહ્યું
આંખ માંડી જનારાને જોતી રહી ભીંત મૂંગી રહી

ઘર તજી કોઈ ચાલ્યું ગયું એ પછી બારીએ બેસીને
માથું ઢાળી હવા આખી રાત રડી ભીંત મૂંગી રહી

કાળના ભેજમાં ઓગળી ઓગળી એ ખવાતી રહી
કોઈએ એ વિષે કો’દિ પૂછ્યું નહીં ભીંત મૂંગી રહી

-મનોજ ખંડેરિયા


Bhinṭa Mungi Rahi

Anganun badabadyun deli boli padi bhinṭa mungi rahi
Ghar vishe avanavi vat sahue kari bhinṭa mungi rahi

Abhaman udati bario paththare kan jadai gai?
Vat e puchhanareya puchhi ghani bhinṭa mungi rahi

‘avajo kahevun shun paththarone ?’ gani koie n kahyun
Ankha mandi janarane joti rahi bhinṭa mungi rahi

Ghar taji koi chalyun gayun e pachhi barie besine
Mathun dhali hav akhi rat radi bhinṭa mungi rahi

Kalan bhejaman ogali ogali e khavati rahi
Koie e vishe ko’di puchhyun nahin bhinṭa mungi rahi

-Manoj Khanderiya