બિન્દાસ - Bindas - Gujarati Gazal

હે કૃષ્ણ ! તને હવે તો ચિંતા થવી જોઈએ. ચાલુ જમાનાની કોઈ નવી ગીતા થવી જોઈએ.

અદ્રશ્ય રૂપ લઈને ફર્યા કરે છે અહીં રામ, ભૂકંપ આવે અને ફરી જીવતી સીતા થવી જોઈએ .

કોઈપણ ચીજનો ચડશે નસો કેવો એ જોવા, ખબર પડે એ પહેલાં અસર પિતા થવી જોઈએ.

જ્યારે આંખમાંથી અનરાધાર આંસુ સરી પડે, ત્યારે વહેતી કોઈ સુકી સરિતા થવી જોઈએ.

પીર પ્રભુ પેગંબર ઈસુ ને એવા કેટલાય, છેવટે તારા માં પણ એકતા અખંડિતતા થવી જોઈએ.

- " બિન્દાસ " ॥ ’ રાકેશ વી. સોલંકી