બ્રહ્મવિદ્યા - Brahmavidya - Lyrics

બ્રહ્મવિદ્યા

તિમિરોજ્જ્વલ શય્યા પર પોઢેલા યમ
ઊંઘરેટી આંખ ચોળતા બેઠા થઈ ગયા:
તેમના વાતાનુકૂલિત દરવાજા પર
કોલાહલ ટકોરા મારી રહ્યો હતો.
*
આકાશમાં અગણિત આત્માઓ
પારદર્શક દીવાલ ભેદવા પ્રયત્ન કરતા હતા;
અચંબામાં પડેલા ચિત્રગુપ્તે હાથમાંના રિમોટથી
બંધ કરી દીધો દીવાલમાંનો દરવાજો.
પૃચ્છા કરી વાયરલેસ પર:
“દૂતો, તમે ક્યાં છો?
તમે તમારી આજ્ઞાની મર્યાદા
લોપી તો નથીને? ઓવર.”
*
અજંપાનો ઉજાગરો
યમને સૂવા દેતો નથી:
એમના કાન પર સતત સંભળાય છે કોઈ અવાજ:

“યમ, મારે શીખવવું છે, બ્રહ્મજ્ઞાન તમને,
તમે સાંભળો છો, યમ?”

હેબતાઈ ગયેલા યમે
દરવાજાને સાંકળ વાસી દીધી.
*
“ચિત્રગુપ્ત, અમે સાવ પાછળ છીએ:
તમારી આજ્ઞા સો આત્માની હતી:
અમારા પાશમાં બંધાયા છે બરાબર સો,
અમારી આગળ રસ્તો રોકી
સેંકડો આત્માઓ કેમ કોલાહલ કરે છે?
વિના પાશ એ
અહીં કેમ ધસી આવ્યા છે? ઓવર.”
*
“યમ, તમે સાંભળો છો?
તમે ભૂલી ગયા છો, તમારું જ્ઞાન.
હું આવ્યો છું, બ્રહ્મવિદ્યાનું દાન કરવા.
તમારી પાસે આવતાં આ કઈ
નજરે ન ચડતી દીવાલ મને રોકે છે?”

“રસ્તો કરો.”
“સામે કશું જ નથી:
આગળ કેમ જતા નથી?”
“અશરીરી હયાતીને પણ ભીંસ લાગે છે;
રસ્તો કરો.”
આગળ જવાનો પ્રયત્ન કરતા આત્માઓ
પાછા ફંગોળાય છે:
પાછળ આવનારા વધુ પાછળ ધકેલાય છે.
*
“યમ, તમે સાંભળો છો?”

ફરી એક વાર વણબોલાવેલો અતિથિ
આકાશની દીવાલ સાથે અથડાવે છે
અશરીરી હયાતી.

“દરવાજો ખોલો છો?
કે થોડું આરડીએક્સ લઈ આવું?”

“આરડીએક્સ?
ચિત્રગુપ્ત, આ શું છે?”
“સર, સમજ પડતી નથી;
ધસી આવ્યા છે અનવૉન્ટેડ આત્માઓ.”
"તપાસ કરો; ક્યા ગ્રહમાંથી ભૂલા પડ્યા છે?
પૃથ્વી પરના આત્માઓ પર આપણી હકૂમત છે;
આપણી આજ્ઞા વિના ત્યાંથી કોઈ ન આવે.
બ્રહ્માંડના ક્યા રસ્તા પરનાં સિગ્નલો
કામ કરતાં નથી? તપાસ કરો.’
*
“નચિકેતા,
આ શું?
તમારા પિતાના આશ્રમના બ્રહ્મચારીઓ
હવે આવું કૌપીન પહેરે છે?”
નચિકેતાના ખડખડાટ હાસ્યે
યમ ડઘાઈ ગયા.

“યમરાજા,
મારી બ્રહ્મવિદ્યાનો આ પહેલો પાઠ.
મારા પિતાનો આશ્રમ નથી,
દારૂની દુકાનમાં એ નોકર છે:
આ કૌપીન નથી,
ફાટેલી ચડ્ડી છે…
મારા પિતા કામ કરે છે
એ દારૂની ભઠ્ઠીમાં
બ્રહ્મચારીઓ નહીં,
બળાત્કારીઓ આવે છે:
નશામાં ચૂર થઈ

પોતાની પત્ની પર,
ઝૂંપડપટ્ટીની અસહાય કન્યા પર
કે છેવટે
પોતાની કંતાઈ જતી જાત પર
રોજ ને રોજ
બળાત્કાર કરે છે!”

યમ આંખો ચોળે છે:
ટેબલ પરના ફોનમાંનો
વૉઈસ ઓપન કરી પૂછે છે:
“ચિત્રગુપ્ત,
આ કોણ છે?
એના ઍન્ટિસીડન્ટ્સ શું છે?”
સામે અવાજ સંભળાય છે:
“સર,
બૉમ્બવિસ્ફોટમાં
એના શરીરના ફુરચેફુરચા ઊડી ગયા છે,
આ આત્મા…”
“વિસ્ફોટની આજ્ઞા કોણે આપી?”
“યમરાજ,
ગુસ્તાખી માફ કરજો.
હવે પૃથવીલોકમાં
મરવા કે મારવા માટે
યમની આજ્ઞા નથી ચાલતી:
આરડીએક્સ કે
એ.કે. ફિફટીસિક્સ ચાલે છે.”
“શું?
કંઈ સમજાય એવું બોલ.”
“હું વ્હાઈટ પેપર મોકલું છું:
તમને એ સિવાય
નહીં સમજાય આ બધું.”
*
નચિકેતાના હાસ્યના પડઘા
યમના શરીરને ઠંડું પાડી દે છે:

“યમરાજા,
બ્રહ્મવિદ્યાનું આ બીજું ચરણ:
મૃત્યુ જીવના છેદન સાથે નહીં
અંગેઅંગના છેદન સાથે પણ આવે છે:
તમે તો જોઈ શકો છો,
આત્માનો દેહભાવ!”

યમ આંખ બંધ કરી
બીજી ક્ષણે ચીસ પાડે છે:
“ઓહ, આ શું!
એક પગ બસમાં,
બીજે છેડે બીજો હાથ.
તૂટેલી ખોપરીનો
એક અંશ ઊડીને પડ્યો છે
દુકાનના છાપરા પર…
ઓહ,
જોયું નથી જતું આ…
ક્યા યુદ્ધમાં…”

“યમરાજા,
બ્રહ્મવિદ્યા ભણો, આ છે ત્રીજો પાદ.
કેવળ યુદ્ધમાં જનારનાં જ
અંગ છેદાતાં નથી;
યુદ્ધમાં ન જનારાનાં
અંગો પણ ઢળે છે વેરણછેરણ થઈને!”
*
“મને ચૂંટી ખણો, દૂતો, હું જાગું છું ?”
“તમે તમારા દીવાનખંડમાં છો, મહારાજ!”
“આ કોણ છે!”
“અનવૉન્ટેડ આત્માઓનો પ્રતિનિધિ.”
“મૃત્યવે ત્વાં દદામિ
સાંભળીને અહીં આવેલો
ઉદ્દાલકનો પુત્ર આ ન હોય?”

“યમરાજા,
હવે ક્યારે મરે છે
એ શબ્દો સાંભળી રીઢો થયેલો હું
ઉદ્દાલકના પુત્રથી જુદો નથી:
ફરક પડ્યો છે વીતેલા સમયે
માત્ર અમારી ભાષામાં.”

*

“ચિત્રગુપ્ત,”
“જી.”
“મારું રાજીનામું મોકલી આપો ઈન્દ્રને,
મારે નથી રહેવું
આ આસન પર:
જ્યાં મારી હકૂમત લોપાય,
અધિકારો ન રહે
એવી સત્તાનો શો ખપ?”

“યમરાજા,
મારી બ્રહ્મવિદ્યાનું ચોથું પાદ:
હકૂમત લોપાય,
અધિકાર ન રહે,
એટલે પૃથ્વીલોકમાં કોઈ સત્તા છોડતું નથી:
તો તમે શા માટે?”

-હરીન્દ્ર દવે


Brahmavidya

Timirojjval shayya par podhel yama
Unghareti ankha cholat beth thai gaya:
Teman vatanukulit daravaj para
Kolahal ṭakor mari rahyo hato.
*
Akashaman aganit atmao
Paradarshak dival bhedav prayatna karat hata;
Achanbaman padel chitragupte hathamanna rimoṭathi
Bandha kari didho divalamanno daravajo. Pruchchha kari vayarales para:
“duto, tame kyan chho? Tame tamari agnani maryada
Lopi to nathine? Ovara.”
*
Ajanpano ujagaro
Yamane suv deto nathi:
Eman kan par satat sanbhalaya chhe koi avaja:

“yama, mare shikhavavun chhe, brahmagnan tamane,
Tame sanbhalo chho, yama?”

Hebatai gayel yame
Daravajane sankal vasi didhi.
*
“chitragupta, ame sav pachhal chhie:
Tamari agna so atmani hati:
Amar pashaman bandhaya chhe barabar so,
Amari agal rasto roki
Senkado atmao kem kolahal kare chhe? Vin pash e
Ahin kem dhasi avya chhe? Ovara.”
*
“yama, tame sanbhalo chho? Tame bhuli gaya chho, tamarun gnana. Hun avyo chhun, brahmavidyanun dan karava. Tamari pase avatan a kai
Najare n chadati dival mane roke chhe?”

“rasto karo.” “Same kashun j nathi:
Agal kem jat nathi?” “Ashariri hayatine pan bhinsa lage chhe;
Rasto karo.” Agal javano prayatna karat atmao
Pachh fangolaya chhe:
Pachhal avanar vadhu pachhal dhakelaya chhe.
*
“yama, tame sanbhalo chho?”

Fari ek var vanabolavelo atithi
Akashani dival sathe athadave chhe
Ashariri hayati.

“daravajo kholo chho? Ke thodun aradieksa lai avun?”

“aradieksa? Chitragupta, a shun chhe?” “Sara, samaj padati nathi;
Dhasi avya chhe anavonted atmao.” "Tapas karo; kya grahamanthi bhul padya chhe? Pruthvi paran atmao par apani hakumat chhe;
Apani agna vin tyanthi koi n ave. Brahmandan kya rasṭa paranan signalo
Kam karatan nathi? Tapas karo.’
*
“nachiketa,
A shun? Tamar pitan ashraman brahmachario
Have avun kaupin pahere chhe?”
Nachiketan khadakhadat hasye
Yam daghai gaya.

“yamaraja,
Mari brahmavidyano a pahelo paṭha. Mar pitano ashram nathi,
Daruni dukanaman e nokar chhe:
A kaupin nathi,
Fateli chaddi chhe… Mar pit kam kare chhe
E daruni bhaththiman
Brahmachario nahin,
Balatkario ave chhe:
Nashaman chur thai
E
Potani patni para,
Zunpadapattini asahaya kanya para
Ke chhevate
Potani kantai jati jat para
Roj ne roja
Balatkar kare chhe!”

Yam ankho chole chhe:
Tebal paran fonamanno
Vois opan kari puchhe chhe:
“chitragupta,
A kon chhe? En entisidantsa shun chhe?”
Same avaj sanbhalaya chhe:
“sara,
Bombavisfoṭaman
En shariran furachefurach udi gaya chhe,
A atma…” “Visfoṭani agna kone api?” “Yamaraja,
Gustakhi maf karajo. Have pruthavilokaman
Marav ke marav mate
Yamani agna nathi chalati:
Aradieksa ke
E.ke. Fifatisiksa chale chhe.” “Shun? Kani samajaya evun bola.” “Hun vhait pepar mokalun chhun:
Tamane e sivaya
Nahin samajaya a badhun.”
*
Nachiketan hasyan padagha
Yaman sharirane thandun padi de chhe:

“yamaraja,
Brahmavidyanun a bijun charana:
Mrutyu jivan chhedan sathe nahin
Angeangan chhedan sathe pan ave chhe:
Tame to joi shako chho,
Atmano dehabhava!”

Yam ankha bandha kari
Biji kshane chis pade chhe:
“oha, a shun! Ek pag basaman,
Bije chhede bijo hatha. Tuteli khoparino
Ek ansha udine padyo chhe
Dukanan chhapar para… Oha,
Joyun nathi jatun a… Kya yuddhaman…”

“yamaraja,
Brahmavidya bhano, a chhe trijo pada. Keval yuddhaman janaranan ja
Anga chhedatan nathi;
Yuddhaman n janaranan
Ango pan dhale chhe veranachheran thaine!”
*
“mane chunti khano, duto, hun jagun chhun ?” “Tame tamar divanakhandaman chho, maharaja!” “A kon chhe!” “Anavonted atmaono pratinidhi.” “Mrutyave tvan dadami
Sanbhaline ahin avelo
Uddalakano putra a n hoya?”

“yamaraja,
Have kyare mare chhe
E shabdo sanbhali ridho thayelo hun
Uddalakan putrathi judo nathi:
Farak padyo chhe vitel samaye
Matra amari bhashaman.”

*

“chitragupta,” “Ji.” “Marun rajinamun mokali apo indrane,
Mare nathi rahevun
A asan para:
Jyan mari hakumat lopaya,
Adhikaro n rahe
Evi sattano sho khapa?”

“yamaraja,
Mari brahmavidyanun chothun pada:
Hakumat lopaya,
Adhikar n rahe,
Eṭale pruthvilokaman koi satṭa chhodatun nathi:
To tame sha mate?”

-harindra dave

Source: Mavjibhai