બ્રેડ પકોડા - Bread Pakoda - Gujarati Recipe

Ingredients

  • મુખ્ય સામગ્રી
  • ૬ મીડીયમ સાય્ઝની બ્રેડ સ્લાય્સ bread slice
  • ૨ મોટા બાફેલા અને છુન્દેલા બટાટા potato
  • ૨ કપ ચણાનો લોટ gram flour
  • ૧ ચમચી સમારેલી ડુંગળી onion
  • અન્ય સામગ્રીઓ
  • ૧ ચમચી આદું-મરચાની પેસ્ટ ginger-chili paste
  • ૧ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૨ ચમચી દાબેલીનો મસાલો અન્યથા ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકાય છે
  • ૨ ચમચી લસણ-લાલ મરચા પાવડરની પેસ્ટ garlic-red chili paste
  • ૨ ચમચી લીલી ચટણી green chatney
  • ૨ ચમચી સમારેલી કોથમીર coriander leaves
  • ૧ ચમચી દહીં curd
  • ૨ ચમચી લીંબુનો રસ lemon juice
  • ૧ ચમચી હીંગ asafetida
  • ચપટી બેકિંગ સોડા baking soda
  • નમક સ્વાદ અનુસાર salt
  • તળવા માટે તેલ oil
  • સજાવટ માટે
  • લીલી ચટણી green chatney
  • ટોમેટો કેચપ tomato ketchup

Instructions

  • સૌ પ્રથમ એક મોટો બાઉલ લઇ તેમાં ચણાનો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર નમક, હીંગ, બેકિંગ સોડા, દહીં અને પાણી ઉમેરી મિક્ષ કરી લો અને બહારના પડ બનાવવા માટે બેટર તૈયાર કરી લો.

  • હવે બીજું બાઉલ લઇ તેમાં બટાટા, નમક, આદું-મરચાની પેસ્ટ, ડુંગળી, દાબેલી મસાલો, લીંબુનો રસ, હળદર પાવડર અને કોથમીર નાંખી મિક્ષ કરી લો અને સ્ટફિંગ તૈયાર કરી લો.

  • ત્યારબાદ બ્રેડ ની એક સ્લાય્સ તેમાં લીલી ચટની લગાવી તેના પર થોડું સ્ટફિંગ મૂકી સરખી રીતે ફેલાવી લો. હવે બીજી એક બ્રેડ ની સ્લાય્સ લઇ તેના પર લસણવાળી ચટની લગાવી તેને સ્ટફિંગ વાળી સ્લાય્સ પર મૂકી દો.

  • આ રીતે બધાજ પકોડા તૈયાર કરી લો. હવે તળવા માટે તેલ ગરમ કરી, બધાજ પકોડાને ૪ ભાગમાં ત્રિકોણ આકારમાં કાપી લો.

  • હવે ચણાના લોટ વાળું બેટર લઇ એક પછી એક એમ પકોડાને બેટરમાં ડુબોડી, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલ માં તળી લો.

  • બધાજ પકોડા તળાય ગયા બાદ તેને ટીસ્યુ પેપર પર કાઢી લઇ બધુજ તેલ શોષાય ગયા બાદ તેને લીલી ચટની અથવાતો ટોમેટો સોસ સાથે સર્વ કરો.