ચાહીશ હું તો સર્વથા - Chahish Hun to Sarvatha - Lyrics

ચાહીશ હું તો સર્વથા

(હરિગીત)
છે સ્નેહ માયા મોહબંધન સ્નેહ વિષમય પાશ છે
છે સ્નેહ મોટો મોક્ષબાધક સ્નેહ આત્મવિનાશ છે

માટે કોઈ ચ્હાશો નહિ, જો હોય હેતુ મુક્તિનો
ડિંડિંમ બજાવી બોધ દે રસહીન કૈં કૈં જ્ઞાનીઓ

સંસારના કૈં અનુભવી શીખ આપતા બની ડાહ્યલાં
ઈજારદારો હોય જાણે સર્વ દુનિયાદારીના

છે સ્નેહની વાતો બધીયે સ્વાર્થીઓની વંચના
કે વિષયની મૃગતૃષ્ણિકા કે ઊભરા ઉન્માદના

માનો ભલે તે, તેમને જે ઠીક લાગ્યું દીલથી
ચાહ્યા વિના મુજને કદી પણ ચેન કૈં પડતું નથી

શાને દબાવું ઉમળકા જે ઊછળતા શુચિ સ્નેહના?
ચાહીશ હું, ચાહીશ હું, ચાહીશ હું તો સર્વથા

-ચંદ્રશંકર ન. પંડ્યા


Chahish Hun to Sarvatha

(harigita)
Chhe sneh maya mohabandhan sneh vishamaya pash chhe
Chhe sneh moto mokshabadhak sneh atmavinash chhe

Mate koi chhasho nahi, jo hoya hetu muktino
Dindinma bajavi bodh de rasahin kain kain gnanio

Sansaran kain anubhavi shikh apat bani dahyalan
Ijaradaro hoya jane sarva duniyadarina

Chhe snehani vato badhiye swarthioni vanchana
Ke vishayani mrugatrushnik ke ubhar unmadana

Mano bhale te, temane je thik lagyun dilathi
Chahya vin mujane kadi pan chen kain padatun nathi

Shane dabavun umalak je uchhalat shuchi snehana? Chahish hun, chahish hun, chahish hun to sarvath

-Chandrashankar Na. Pandya