ચાલ ફરીએ! - Chal Farie! - Lyrics

ચાલ ફરીએ!

ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને
હૃદયનું વ્હાલ ધરીએ!

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો
નિત નવા કૈં તાલ કરીએ!

એકલા રહેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો
આજની ના કાલ કરીએ!
ચાલ ફરીએ!

-નિરંજન ભગત


Chal Farie!

Chala, farie! Margaman je je male tene
Hrudayanun vhal dharie!

Baharani khulli hava
Ave ahin, kyan lai java? Jyan pantha nava, panthi nava;
E sarvano sangath chhe to
Nit nav kain tal karie!

Ekal rahevun padi? A srushti chhe n sankadi! Eman mali jo be ghadi
Gav vishe, chhav vishe; to
Ajani n kal karie! Chal farie!

-niranjan bhagata

Source: Mavjibhai