ચાંદો સૂરજ રમતા’તા - Chāndo Sūraj Ramatā’tā - Lyrics

ચાંદો સૂરજ રમતા’તા

અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં
બી બધાં મે વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું

દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું
પીંછુ મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો
ઘોડો મેં બાવળિયે બાંધ્યો, બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી

માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું
પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યાં
ફુલ મેં પૂજારીને આપ્યા, પૂજારીએ મને પ્રસાદ આપ્યો

પ્રસાદ મેં બાને આપ્યો, બાએ મને લાડવો આપ્યો
એ લાડવો હું ખાઈ ગ્યો ને હું આવડો મોટો થઈ ગ્યો


Chāndo Sūraj Ramatā’tā

Ame chāndo sūraj ramatā’tā, ramatān ramatān koḍī jaḍī
Koḍīnān me chībhaḍān līdhān, chībhaḍe mane bī dīdhān
Bī badhān me vāḍamān nākhyān, vāḍe mane velo āpyo
Velo men gāyane nīryo, gāye mane dūdh āpyun

Dūdh men morane pāyun, more mane pīchhun āpyun
Pīnchhu men bādashāhane āpyun, bādashāhe mane ghoḍo āpyo
Ghoḍo men bāvaḷiye bāndhyo, bāvaḷe mane shūḷ āpī
Shūḷ men ṭīnbe khosī, ṭīnbe mane māṭī āpī

Māṭī men kunbhārane āpī, kunbhāre mane ghaḍo āpyo
Ghaḍo men kūvāne āpyo, kūvāe mane pāṇī āpyun
Pāṇī men chhoḍane pāyun, chhoḍe mane fūl āpyān
Ful men pūjārīne āpyā, pūjārīe mane prasād āpyo

Prasād men bāne āpyo, bāe mane lāḍavo āpyo
E lāḍavo hun khāī gyo ne hun āvaḍo moṭo thaī gyo

Source: Mavjibhai