ડગલું ભર્યું કે પાછું ના હઠવું ના હઠવું
ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું;
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.
સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું;
જવાય જો નહિ આગળ તોયે ફરી ના પાછું લેવું.
સંકટ મોટું આવી પડતાં મોઢું ન કરવું વીલું;
કળે બળે ખૂબ લડવું પણ ના ફરવું કરવા ઊંધું.
જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું;
આભ પડો કે પૃથ્વી ફાટો તોય ન કરીએ નબળું.
ફતેહ કરીને આગળ વધશું અથવા અહીંયાં મરશું;
પણ લીધેલું તે પાળીશું રે વજ્જરનું કરશું.
તજી હામ ને ઠામ મૂકવા ખૂણા જે કો ખોળે;
ધિક કાયર રે અપજશરૂપી ખાળકૂંડીમાં બોળે.
डगलुं भर्युं के पाछुं ना हठवुं ना हठवुं
डगलुं भर्युं के ना हठवुं ना हठवुं;
वेण काढ्युं के ना लटवुं ना लटवुं.
समजीने तो पगलुं मूकवुं मूकीने ना बीवुं;
जवाय जो नहि आगळ तोये फरी ना पाछुं लेवुं.
संकट मोटुं आवी पडतां मोढुं न करवुं वीलुं;
कळे बळे खूब लडवुं पण ना फरवुं करवा ऊंधुं.
ज्यां ऊभा त्यां चोंटी रहीने वचन लेवुं सबळुं;
आभ पडो के पृथ्वी फाटो तोय न करीए नबळुं.
फतेह करीने आगळ वधशुं अथवा अहींयां मरशुं;
पण लीधेलुं ते पाळीशुं रे वज्जरनुं करशुं.
तजी हाम ने ठाम मूकवा खूणा जे को खोळे;
धिक कायर रे अपजशरूपी खाळकूंडीमां बोळे.
Dagalun Bharyun Ke Pachhun Na Hathavun Na Hathavun
Dagalun bharyun ke na hathavun na hathavun;
Ven kadhyun ke na latavun na latavun.
Samajine to pagalun mukavun mukine na bivun;
Javaya jo nahi agal toye fari na pachhun levun.
Sankat motun avi padatan modhun n karavun vilun;
Kale bale khub ladavun pan na faravun karava undhun.
Jyan ubha tyan chonti rahine vachan levun sabalun;
Abh pado ke pruthvi fato toya n karie nabalun.
Fateh karine agal vadhashun athava ahinyan marashun;
Pan lidhelun te palishun re vajjaranun karashun.
Taji ham ne tham mukava khuna je ko khole;
Dhik kayar re apajasharupi khalakundiman bole.
Ḍagalun bharyun ke pāchhun nā haṭhavun nā haṭhavun
Ḍagalun bharyun ke nā haṭhavun nā haṭhavun;
Veṇ kāḍhyun ke nā laṭavun nā laṭavun.
Samajīne to pagalun mūkavun mūkīne nā bīvun;
Javāya jo nahi āgaḷ toye farī nā pāchhun levun.
Sankaṭ moṭun āvī paḍatān moḍhun n karavun vīlun;
Kaḷe baḷe khūb laḍavun paṇ nā faravun karavā ūndhun.
Jyān ūbhā tyān chonṭī rahīne vachan levun sabaḷun;
Ābh paḍo ke pṛuthvī fāṭo toya n karīe nabaḷun.
Fateh karīne āgaḷ vadhashun athavā ahīnyān marashun;
Paṇ līdhelun te pāḷīshun re vajjaranun karashun.
Tajī hām ne ṭhām mūkavā khūṇā je ko khoḷe;
Dhik kāyar re apajasharūpī khāḷakūnḍīmān boḷe.
Source : કવિ નર્મદ