પહેલે મચ્છારુપ ધરિને, પ્રભુ વાર્યા ચારે વેદ
શ્યામ શા માટે ?
બ્રહ્મઋષિના કારજ કરવા, અકળ સ્વરુપ આ દેહ
ઓધવ એ માટે…
બીજે કચ્છરુપ ધરીને, પ્રભુ જળમાં કીધો વાસ
શ્યામ શા માટે ?
ચૌદ રત્ન વલોવી કાઢચા, લક્ષ્મીજી રાખ્યા પાસ
ઓધવ એ માટે…
ત્રીજો વરાહરુપ ધરીને, પ્રભુ પાતાળ કીધો વાસ
શ્યામ શા માટે ?
ડૂબતાં પૃથ્વીને તારી, દાઢ તણો આધાર
ઓધવ એ માટે…
ચોથે નરસિંહરુપ ધરીને, પ્રભુ સ્તંભમાં કીધો વાસ
શ્યામ શા માટે ?
નો૨ વધારી હરણ્યાકંસ માર્યો, ઉગાર્યો પ્રહ્લાદ
ઓધવ એ માટે…
પાંચમે વામનરુપ ધરીને, પ્રભુ બલી ચાલ્યા દ્વાર
શ્યામ શા માટે ?
ત્રણ ડગલાં પૃથ્વી દાન માંગી, બલી ચાપ્યાં પાતાળ
ઓધવ એ માટે…
છટ્ટે પરશુરામજી પ્રગટ્યા, પ્રભુ ફરસી લીધી હાથ
શ્યામ શા માટે ?
નવસો નવ્વાણું ક્ષત્રિય હણીને, આપ્યા વિપ્રને દાન
ઓધવ એ માટે…
સાતમે રઘુકુળ રામજી પ્રગટ્યા, પ્રભુ સાગર બાંધી પાળ
શ્યામ શા માટે ?
રાજા રાવણને રણમાં રોળ્યો, આપ્યાં વિભીષણને રાજ
ઓધવ એ માટે…
આઠમો શ્રી કૃષ્ણજી પ્રગટ્યા, પ્રભુ ગોકુળ ચારી ગાય
શ્યામ શા માટે ?
માતા-પિતાના બંધન છોડાવ્યા, માર્યો મામો કંસ
ઓધવ એ માટે…
નવમે બુદ્ધરુપ ધરીને, પ્રભુ ધ્યાન ધર્યું મહારાજ
શ્યામ શા માટે ?
ગૌ-બ્રાહ્મણની રક્ષા કરવા, ધર્યો બુદ્ધ અવતાર
ઓધવ એ માટે…
દશમે કલગી અવતરશે, પ્રભુ ધરતી એકાકાર
શ્યામ શા માટે ?
ધરતી ઉપર ધર્મ સ્થાપીશું, પાપીનો કરશું નાશ
ઓધવ એ માટે…
Dash Avatar
Pahele machchhārup dharine, prabhu vāryā chāre ved
Shyām shā māṭe ?
Brahmahruṣhinā kāraj karavā, akaḷ svarup ā deha
Odhav e māṭe…
Bīje kachchharup dharīne, prabhu jaḷamān kīdho vāsa
Shyām shā māṭe ?
Chaud ratna valovī kāḍhachā, lakṣhmījī rākhyā pās
Odhav e māṭe…
Trījo varāharup dharīne, prabhu pātāḷ kīdho vās
Shyām shā māṭe ? Ḍūbatān pṛuthvīne tārī, dāḍh taṇo ādhār
Odhav e māṭe…
Chothe narasinharup dharīne, prabhu stanbhamān kīdho vās
Shyām shā māṭe ? No2 vadhārī haraṇyākansa māryo, ugāryo prahlād
Odhav e māṭe…
Pānchame vāmanarup dharīne, prabhu balī chālyā dvāra
Shyām shā māṭe ? Traṇ ḍagalān pṛuthvī dān māngī, balī chāpyān pātāḷ
Odhav e māṭe…
Chhaṭṭe parashurāmajī pragaṭyā, prabhu farasī līdhī hāth
Shyām shā māṭe ?
Navaso navvāṇun kṣhatriya haṇīne, āpyā viprane dān
Odhav e māṭe…
Sātame raghukuḷ rāmajī pragaṭyā, prabhu sāgar bāndhī pāḷ
Shyām shā māṭe ?
Rājā rāvaṇane raṇamān roḷyo, āpyān vibhīṣhaṇane rāj
Odhav e māṭe…
Āṭhamo shrī kṛuṣhṇajī pragaṭyā, prabhu gokuḷ chārī gāya
Shyām shā māṭe ?
Mātā-pitānā bandhan chhoḍāvyā, māryo māmo kansa
Odhav e māṭe…
Navame buddharup dharīne, prabhu dhyān dharyun mahārāj
Shyām shā māṭe ? Gau-brāhmaṇanī rakṣhā karavā, dharyo buddha avatār
Odhav e māṭe…
Dashame kalagī avatarashe, prabhu dharatī ekākāra
Shyām shā māṭe ? Dharatī upar dharma sthāpīshun, pāpīno karashun nāsh
Odhav e māṭe…
Divya Publication. (2020). કિર્તન સાગર