ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે
મધ્યમાં એશિયાની અટારી
હિંદ દેવી તણી કમર પર ચમકતી
દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી
પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
ગર્જતી જલનિધિગાનસરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ઉદરમાં અરુણને ધારતી ઊજળી
પ્રાચી જ્યાં ખીલતી પરમ રમ્ય
પ્રિય પતિ ભાનુ સત્કારવા જલધિ પર
નિત્ય સંધ્યા રચે કનકહમ્ય
અનિલની લહર ચૈતન્ય પ્રસરાવતી
બલવતી શરીરસંતાપહરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે
માનવી મીઠડાં પ્રેમભીનાં
પાણી જ્યાં આકરા મરદની મૂછના
લલિત લાવણ્ય જ્યાં સુંદરીનાં
સજલ ધનરાજીમાં ઝબૂકતી વીજ શી
ઘૂંઘટે ચમકતી સલજ્જ રમણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
હૃદય ગૌરવભર્યા રૂધિરથી ધબકતાં
હબકીને કદી ના હામ તજતાં
નાકને કારણે શૂર નરનારીઓ
હર્ષથી મૃત્યુના સાજ સજતાં
શિર સાટે મળે મૈત્રી મોંઘી જહાં
પૂર્ણ આતિથ્યની પ્રેમઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ભગર ભેંશો વડી હાથણી જેવડી
ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી
ઘોડીઓ માણકી તીખી તાજણ સમી
જાતવંતી ઘણી જ્યાં નીપજતી
યુદ્ધમાં અડગ ત્રમજુટમાં ના હટે
વેગવંતી દીસે ચપળ હરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
કાઠી ખસીયા વસ્યા શૂર રજપૂત જ્યાં
મેર આહિર ગોહિલ વંકા
ખડગના ખેલની રંગભૂમિ મહીં
જંગના વાજતા નિત્ય ડંકા
સિંધુડો સૂર જ્યાં ભીરૂને ભડ કરે
ધડુકતા ઢોલ ત્રાંબાળુ ધણણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
યુદ્ધ ઘમસાણ જ્યાં કૈંક જામ્યાં અહા
મરદના વચનની ટેક માટે
નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં
જન્મભૂમિ તસુ એક સાટે
શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ
ક્ષત્રિવટ ઊજળી એકવરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
વૈર વેંડારવા કારમાં તો ય જ્યાં
અભય વીરવદન પર શૌર્ય હસતાં
વૈરી સ્વાગતે ધન્ય જ્યાં માનવી
આપવા શિર સન્મુખ ધસતાં
મસ્તી સમી શુદ્ધ મરદાનગી કુલીનતા
મરદને જ્યાં કરી પ્રેમ પરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
વિકટ ગિરિ ગવહરે વાઘ સિંહો રહે
ગજવતા જંગલોને હૂંકારે
માનભંગે થઈ મરણિયા
આથડે બહારવટિયા ભડવીર ભારે
શૌર્યગીતો અહા ગુંજતી એહના
ઘૂઘવે ઘેલી સરિતા ડુંગરની
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
કડક ધરતી જહાં ખડકની આકરી
ડુંગરા ડુંગરી ને કરાડો
મુકુટ શા મંદિરો ગાજતાં શિર ધરી
ગજવતા ગગન ઊંચા પહાડો
ગીર ગોરંભતી ગાય જ્યાં નેસમાં
ખડકતી દૂધની પિયૂષઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ધાવીને દૂધ મજબુત ધરણી તણાં
પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે
મઘમઘે પુષ્પ મકરંદ ભમરા પીએ
કોયલો ગાન ગાતી ન થાકે
લીલીકુંજાર નાઘેર શી ભૂમિકા
લ્હેર જ્યાં સિંધુની શાંતિકરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
આવી શત્રુંજયે જાય ગિરનાર પરે
અનખ પંખી સમો સૂર્ય વ્યોમે
ગહનતલ ઘુમટથી ઝળકતાં એમના
પિચ્છ વેરાય અગણિત ભોમે
પશ્ચિમે અસ્તમાં શોભતી ક્ષિતિજ શી
ચાંદલો ચોડીને ભાલ ધરતી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
દ્વારિકા કનકની દુર્ગપુરી જહાં
કૃષ્ણની કીર્તિદીપ્તિ પ્રકાશે
યાદવી યુદ્ધના સ્મરણ પ્રાચીન જ્યાં
સંઘર્યાં સિંધુતટમાં પ્રભાસે
સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને
શીખવી ભક્તિ નિષ્કામ-કરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં
સંપદા પામીયો જ્યાં સુદામો
વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા
સતી અને સંતનો જ્યાં વિસામો
ગામે ગામ ઊભા સ્થંભ પોકારતા
શૂરના ગુણની ગાથા વરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ભક્તિ ને શૌર્યને રંગે રોળાઈ જ્યાં
ગુર્જરી ગુણગંભીર ગીરા
ગીતસાગર મહીં મસ્ત એ મલપતી
અલપતી મધુર આલાપ ધીરા
ભાટ ને ચારણો ભભકતા કવિત જ્યાં
પંચમો વેદ દુહો સુચરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
धन्य हो धन्य सौराष्ट्र धरणी
प्रौढ सिंधु परे झूकती पश्चिमे
मध्यमां एशियानी अटारी
हिंद देवी तणी कमर पर चमकती
द्रढ कसी तीक्ष्ण जाणे कटारी
प्हाड उन्नत मुखे कीर्ति उच्चारता
गर्जती जलनिधिगानसरणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
उदरमां अरुणने धारती ऊजळी
प्राची ज्यां खीलती परम रम्य
प्रिय पति भानु सत्कारवा जलधि पर
नित्य संध्या रचे कनकहम्य
अनिलनी लहर चैतन्य प्रसरावती
बलवती शरीरसंतापहरणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
रसिक हैडां लसे मर्म मुखमंडळे
मानवी मीठडां प्रेमभीनां
पाणी ज्यां आकरा मरदनी मूछना
ललित लावण्य ज्यां सुंदरीनां
सजल धनराजीमां झबूकती वीज शी
घूंघटे चमकती सलज्ज रमणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
हृदय गौरवभर्या रूधिरथी धबकतां
हबकीने कदी ना हाम तजतां
नाकने कारणे शूर नरनारीओ
हर्षथी मृत्युना साज सजतां
शिर साटे मळे मैत्री मोंघी जहां
पूर्ण आतिथ्यनी प्रेमझरणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
भगर भेंशो वडी हाथणी जेवडी
धेनुं ज्यां सिंह सन्मुख धसती
घोडीओ माणकी तीखी ताजण समी
जातवंती घणी ज्यां नीपजती
युद्धमां अडग त्रमजुटमां ना हटे
वेगवंती दीसे चपळ हरणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
काठी खसीया वस्या शूर रजपूत ज्यां
मेर आहिर गोहिल वंका
खडगना खेलनी रंगभूमि महीं
जंगना वाजता नित्य डंका
सिंधुडो सूर ज्यां भीरूने भड करे
धडुकता ढोल त्रांबाळु धणणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
युद्ध घमसाण ज्यां कैंक जाम्यां अहा
मरदना वचननी टेक माटे
नित्य तैयार जमदूत शा जंगमां
जन्मभूमि तसु एक साटे
शत्रु हो मित्र के बंधु संगाथ पण
क्षत्रिवट ऊजळी एकवरणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
वैर वेंडारवा कारमां तो य ज्यां
अभय वीरवदन पर शौर्य हसतां
वैरी स्वागते धन्य ज्यां मानवी
आपवा शिर सन्मुख धसतां
मस्ती समी शुद्ध मरदानगी कुलीनता
मरदने ज्यां करी प्रेम परणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
विकट गिरि गवहरे वाघ सिंहो रहे
गजवता जंगलोने हूंकारे
मानभंगे थई मरणिया
आथडे बहारवटिया भडवीर भारे
शौर्यगीतो अहा गुंजती एहना
घूघवे घेली सरिता डुंगरनी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
कडक धरती जहां खडकनी आकरी
डुंगरा डुंगरी ने कराडो
मुकुट शा मंदिरो गाजतां शिर धरी
गजवता गगन ऊंचा पहाडो
गीर गोरंभती गाय ज्यां नेसमां
खडकती दूधनी पियूषझरणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
धावीने दूध मजबुत धरणी तणां
पाक पौष्टिक ज्यां विविध पाके
मघमघे पुष्प मकरंद भमरा पीए
कोयलो गान गाती न थाके
लीलीकुंजार नाघेर शी भूमिका
ल्हेर ज्यां सिंधुनी शांतिकरणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
आवी शत्रुंजये जाय गिरनार परे
अनख पंखी समो सूर्य व्योमे
गहनतल घुमटथी झळकतां एमना
पिच्छ वेराय अगणित भोमे
पश्चिमे अस्तमां शोभती क्षितिज शी
चांदलो चोडीने भाल धरती
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
द्वारिका कनकनी दुर्गपुरी जहां
कृष्णनी कीर्तिदीप्ति प्रकाशे
यादवी युद्धना स्मरण प्राचीन ज्यां
संघर्यां सिंधुतटमां प्रभासे
स्वामिनारायणे धर्म संस्थापीने
शीखवी भक्ति निष्काम-करणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
भक्त नरसिंह ज्यां नाचियो नेहमां
संपदा पामीयो ज्यां सुदामो
वीर गांधी दयानंद ज्यां नीपज्या
सती अने संतनो ज्यां विसामो
गामे गाम ऊभा स्थंभ पोकारता
शूरना गुणनी गाथा वरणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
भक्ति ने शौर्यने रंगे रोळाई ज्यां
गुर्जरी गुणगंभीर गीरा
गीतसागर महीं मस्त ए मलपती
अलपती मधुर आलाप धीरा
भाट ने चारणो भभकता कवित ज्यां
पंचमो वेद दुहो सुचरणी
भारती भोमनी वंदुं तनया वडी
धन्य हो धन्य सौराष्ट्र धरणी
Dhanya Ho Dhanya Saurashtra Dharani
Praudh sindhu pare zukati pashchime
Madhyaman eshiyani atari
Hinda devi tani kamar par chamakati
Dradh kasi tikshna jane katari
Phad unnat mukhe kirti uchcharata
Garjati jalanidhiganasarani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Udaraman arunane dharati ujali
Prachi jyan khilati param ramya
Priya pati bhanu satkarava jaladhi par
Nitya sandhya rache kanakahamya
Anilani lahar chaitanya prasaravati
Balavati sharirasantapaharani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Rasik haidan lase marma mukhamandale
Manavi mithadan premabhinan
Pani jyan akara maradani muchhana
Lalit lavanya jyan sundarinan
Sajal dhanarajiman zabukati vij shi
Ghunghate chamakati salajja ramani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Hrudaya gauravabharya rudhirathi dhabakatan
Habakine kadi na ham tajatan
Nakane karane shur naranario
Harshathi mrutyuna saj sajatan
Shir sate male maitri monghi jahan
Purna atithyani premazarani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Bhagar bhensho vadi hathani jevadi
Dhenun jyan sinha sanmukh dhasati
Ghodio manaki tikhi tajan sami
Jatavanti ghani jyan nipajati
Yuddhaman adag tramajutaman na hate
Vegavanti dise chapal harani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Kathi khasiya vasya shur rajaput jyan
Mer ahir gohil vanka
Khadagana khelani rangabhumi mahin
Jangana vajata nitya danka
Sindhudo sur jyan bhirune bhad kare
Dhadukata dhol tranbalu dhanani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Yudda ghamasan jyan kainka jamyan aha
Maradana vachanani tek mate
Nitya taiyar jamadut sha jangaman
Janmabhumi tasu ek sate
Shatru ho mitra ke bandhu sangath pana
Kshatrivat ujali ekavarani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Vair vendarava karaman to ya jyan
Abhaya viravadan par shaurya hasatan
Vairi swagate dhanya jyan manavi
Apava shir sanmukh dhasatan
Masti sami shudda maradanagi kulinata
Maradane jyan kari prem parani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Vikat giri gavahare vagh sinho rahe
Gajavata jangalone hunkare
Manabhange thai maraniya
Athade baharavatiya bhadavir bhare
Shauryagito aha gunjati ehana
Ghughave gheli sarita dungarani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Kadak dharati jahan khadakani akari
Dungara dungari ne karado
Mukut sha mandiro gajatan shir dhari
Gajavata gagan uncha pahado
Gir goranbhati gaya jyan nesaman
Khadakati dudhani piyushazarani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Dhavine dud majabut dharani tanan
Pak paushtik jyan vivid pake
Maghamaghe pushpa makaranda bhamara pie
Koyalo gan gati n thake
Lilikunjar nagher shi bhumika
Lher jyan sindhuni shantikarani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Avi shatrunjaye jaya giranar pare
Anakh pankhi samo surya vyome
Gahanatal ghumatathi zalakatan emana
Pichchh veraya aganit bhome
Pashchime astaman shobhati kshitij shi
Chandalo chodine bhal dharati
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Dvarika kanakani durgapuri jahan
Krushnani kirtidipti prakashe
Yadavi yuddhana smaran prachin jyan
Sangharyan sindhutataman prabhase
Svaminarayane dharma sansthapine
Shikhavi bhakti nishkama-karani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Bhakta narasinha jyan nachiyo nehaman
Sanpada pamiyo jyan sudamo
Vir gandhi dayananda jyan nipajya
Sati ane santano jyan visamo
Game gam ubha sthanbh pokarata
Shurana gunani gatha varani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Bhakti ne shauryane range rolai jyan
Gurjari gunaganbhir gira
Gitasagar mahin masta e malapati
Alapati madhur alap dhira
Bhat ne charano bhabhakata kavit jyan
Panchamo ved duho sucharani
Bharati bhomani vandun tanaya vadi
Dhanya ho dhanya saurashtra dharani
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Prauḍh sindhu pare zūkatī pashchime
Madhyamān eshiyānī aṭārī
Hinda devī taṇī kamar par chamakatī
Draḍh kasī tīkṣhṇa jāṇe kaṭārī
Phāḍ unnat mukhe kīrti uchchāratā
Garjatī jalanidhigānasaraṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Udaramān aruṇane dhāratī ūjaḷī
Prāchī jyān khīlatī param ramya
Priya pati bhānu satkāravā jaladhi par
Nitya sandhyā rache kanakahamya
Anilanī lahar chaitanya prasarāvatī
Balavatī sharīrasantāpaharaṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Rasik haiḍān lase marma mukhamanḍaḷe
Mānavī mīṭhaḍān premabhīnān
Pāṇī jyān ākarā maradanī mūchhanā
Lalit lāvaṇya jyān sundarīnān
Sajal dhanarājīmān zabūkatī vīj shī
Ghūnghaṭe chamakatī salajja ramaṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Hṛudaya gauravabharyā rūdhirathī dhabakatān
Habakīne kadī nā hām tajatān
Nākane kāraṇe shūr naranārīo
Harṣhathī mṛutyunā sāj sajatān
Shir sāṭe maḷe maitrī monghī jahān
Pūrṇa ātithyanī premazaraṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Bhagar bhensho vaḍī hāthaṇī jevaḍī
Dhenun jyān sinha sanmukh dhasatī
Ghoḍīo māṇakī tīkhī tājaṇ samī
Jātavantī ghaṇī jyān nīpajatī
Yuddhamān aḍag tramajuṭamān nā haṭe
Vegavantī dīse chapaḷ haraṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Kāṭhī khasīyā vasyā shūr rajapūt jyān
Mer āhir gohil vankā
Khaḍaganā khelanī rangabhūmi mahīn
Janganā vājatā nitya ḍankā
Sindhuḍo sūr jyān bhīrūne bhaḍ kare
Dhaḍukatā ḍhol trānbāḷu dhaṇaṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Yudḍa ghamasāṇ jyān kainka jāmyān ahā
Maradanā vachananī ṭek māṭe
Nitya taiyār jamadūt shā jangamān
Janmabhūmi tasu ek sāṭe
Shatru ho mitra ke bandhu sangāth paṇa
Kṣhatrivaṭ ūjaḷī ekavaraṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Vair venḍāravā kāramān to ya jyān
Abhaya vīravadan par shaurya hasatān
Vairī swāgate dhanya jyān mānavī
Āpavā shir sanmukh dhasatān
Mastī samī shudḍa maradānagī kulīnatā
Maradane jyān karī prem paraṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Vikaṭ giri gavahare vāgh sinho rahe
Gajavatā jangalone hūnkāre
Mānabhange thaī maraṇiyā
Āthaḍe bahāravaṭiyā bhaḍavīr bhāre
Shauryagīto ahā gunjatī ehanā
Ghūghave ghelī saritā ḍungaranī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Kaḍak dharatī jahān khaḍakanī ākarī
Ḍungarā ḍungarī ne karāḍo
Mukuṭ shā mandiro gājatān shir dharī
Gajavatā gagan ūnchā pahāḍo
Gīr goranbhatī gāya jyān nesamān
Khaḍakatī dūdhanī piyūṣhazaraṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Dhāvīne dūḍ majabut dharaṇī taṇān
Pāk pauṣhṭik jyān viviḍ pāke
Maghamaghe puṣhpa makaranda bhamarā pīe
Koyalo gān gātī n thāke
Līlīkunjār nāgher shī bhūmikā
Lher jyān sindhunī shāntikaraṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Āvī shatrunjaye jāya giranār pare
Anakh pankhī samo sūrya vyome
Gahanatal ghumaṭathī zaḷakatān emanā
Pichchh verāya agaṇit bhome
Pashchime astamān shobhatī kṣhitij shī
Chāndalo choḍīne bhāl dharatī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Dvārikā kanakanī durgapurī jahān
Kṛuṣhṇanī kīrtidīpti prakāshe
Yādavī yuddhanā smaraṇ prāchīn jyān
Sangharyān sindhutaṭamān prabhāse
Svāminārāyaṇe dharma sansthāpīne
Shīkhavī bhakti niṣhkāma-karaṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Bhakta narasinha jyān nāchiyo nehamān
Sanpadā pāmīyo jyān sudāmo
Vīr gāndhī dayānanda jyān nīpajyā
Satī ane santano jyān visāmo
Gāme gām ūbhā sthanbh pokāratā
Shūranā guṇanī gāthā varaṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Bhakti ne shauryane range roḷāī jyān
Gurjarī guṇaganbhīr gīrā
Gītasāgar mahīn masta e malapatī
Alapatī madhur ālāp dhīrā
Bhāṭ ne chāraṇo bhabhakatā kavit jyān
Panchamo ved duho sucharaṇī
Bhāratī bhomanī vandun tanayā vaḍī
Dhanya ho dhanya saurāṣhṭra dharaṇī
Source : ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ