ધરા પર માહરે કોઈ શત્રુ નથી - Dhar Par Mahare Koi Shatru Nathi - Lyrics

ધરા પર માહરે કોઈ શત્રુ નથી

[ઝૂલણાં]

‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’
કાયરો એ અહંકાર ધરતા;
મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં
લાખ શત્રુને રક્તે નિતરતા.

          તું રિપુહીન હોવાની શેખી ન કર!
          બંધુ!  નિર્વીર્ય  એ  દર્પ  ગાવે;
          બ્હાદુરો સત્યને કાજ નિર્મમ બની
          મિત્રની   શત્રુતા  યે   વધાવે.

દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી,
તેં નથી મિત્ર શું ઘાવ કીધા?
જૂઠડી જીભ પરથી અમીપાત્રને
તેં નથી મિત્ર શું ધૂળ કીધા?

          ધર્મને  વેશ  પાખંડ  પૂજાય ત્યાં
          બંધુ!  શું ખડ્ગ લૈ તું ન ધાયો?
          સત્યનાં સ્વાંગ પે'રી ઊભું જૂઠ ત્યાં
          ઝૂઝીને  મિત્ર  શું  નવ ઘવાયો?

સૌમ્ય તું! ભલો તું! સંત ભદ્રિક તું!
ભાઈ, એ છે બધી તારી ભ્રમણા;
રંક તું, દીન તું, ભીરૂ કંગાલ તું,
સ્વાદ ચાખ્યા નથી તેં ઝખમના.

-ઝવેરચંદ મેઘાણી


Dhar Par Mahare Koi Shatru Nathi

[zulanan]

‘dhar par mahare koi shatru nathi’
Kayaro e ahankar dharata;
Marda kartavya sangraman jangaman
Lakh shatrune rakte nitarata.

          tun ripuhin hovani shekhi n kara!
          bandhu!  nirvirya  e  darpa  gave;
          bhaduro satyane kaj nirmam bani
          mitrani   shatrut  ye   vadhave.

Deshadrohi tani kamar par traṭaki,
Ten nathi mitra shun ghav kidha? Juṭhadi jibh parathi amipatrane
Ten nathi mitra shun dhul kidha?

          dharmane  vesh  pakhanda  pujaya tyan
          bandhu!  shun khadga lai tun n dhayo?
          satyanan swanga pe'ri ubhun juth tyan
          zuzine  mitra  shun  nav ghavayo?

Saumya tun! bhalo tun! sanṭa bhadrik tun! Bhai, e chhe badhi tari bhramana;
Ranka tun, din tun, bhiru kangal tun,
Svad chakhya nathi ten zakhamana.

-Zaverachanda Meghani