દૂધે તે ભરી રે તળાવડી - Dūdhe Te Bharī Re Taḷāvaḍī - Lyrics

દૂધે તે ભરી રે તળાવડી

(માયરાનું ગીત)

દૂધે તે ભરી રે તળાવડી
મોતીડે બાંધી પાળ
ઈશવર ધોવે ધોતિયાં
પારવતી પાણીની હાર

હળવાં તે ધોજો ઈશવર ધોતિયાં
છંટાશે મારાં ચીર
અમ ઘર દાદોજી રિસાળવા
માતા મારી દેશે ગાળ

નહિ તારો દાદોજી રિસાળવા
નહિ દેશે માતા તારી ગાળ
આપણ બેઉ મળી પરણશું
વૈશાખ મહિના માંય


Dūdhe Te Bharī Re Taḷāvaḍī

(māyarānun gīta)

Dūdhe te bharī re taḷāvaḍī
Motīḍe bāndhī pāḷa
Īshavar dhove dhotiyān
Pāravatī pāṇīnī hāra

Haḷavān te dhojo īshavar dhotiyān
Chhanṭāshe mārān chīra
Am ghar dādojī risāḷavā
Mātā mārī deshe gāḷa

Nahi tāro dādojī risāḷavā
Nahi deshe mātā tārī gāḷa
Āpaṇ beu maḷī paraṇashun
Vaishākh mahinā mānya

Source: Mavjibhai