એ જી ફાગણ આવ્યો ફાંકડો - E Ji Fagan Avyo Fankado - Lyrics

એ જી ફાગણ આવ્યો ફાંકડો

એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો

એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો
એવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો

એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો

એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો
એને નહિ મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો

એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો

એ જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો

એ જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો

એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો
-રાજેન્દ્ર શાહ


E Ji Fagan Avyo Fankado

E ji fagan avyo fankado koi fagan lyo
Eno vankadiyo chhe lanka re koi fagan lyo

E ji anbani mhori manjari koi fagan lyo
Evan saravar sohe kanja re koi fagan lyo

E ji dariya dilano vayaro koi fagan lyo
E to alamal adaki jaya re koi fagan lyo

E ji jugal vansali vajati koi fagan lyo
Ene nahi malajo laj re koi fagan lyo

E ji din kaparo kani tapano koi fagan lyo
Eni rat dhale raliyat re koi fagan lyo

E ji ude kasunbo ankhaman koi fagan lyo
Ene van popaṭani pankha re koi fagan lyo

E ji gagan gulabi vadalan koi fagan lyo
Jobaniyun karatun sad re koi fagan lyo

E ji fagan avyo fankado koi fagan lyo
Eno vankadiyo chhe lanka re koi fagan lyo
-rajendra shaha

Source: Mavjibhai