એ…લિ વ્યંજના
‘એ…લિ વ્યંજના!
આમ આવ તો?’
(બંધ બારણે મોટે ટેબલ બાઈ વ્યંજના બેઠાં!
બાનો બોલ સુણી ઝટ દઈને એ શાનાં ઊતરે હેઠાં?)
‘એ…લિ વ્યંજના!
એ…લિ વ્યંજના, જવાબ કેમ ન દેતી?’
(સામો બોલ દિયે એ બીજી!
બોલાવે ને ભલે બધાંયે ઊંચે ઘાંટે ખીજી!
ધીમે બોલી અંદર જોતાં ઠાઠ જુએ બા રીઝી)
‘શાણી બગલી!
દાદાજીનાં ચશમાં મોટાં ઊંધા આંખે ઘાલી
ડાબા હાથે દાદાજીની લેખણ અવળી ઝાલી
મોટો આ કાગળ કોરો ભરતી ઠાલી ઠાલી?
બોલ, હવે તો બોલ જરા –
ઓ નીચું માથું ઘાલી
બીડ્યા મોંએ ગણગણતી
તું કહે અહીં શું કરતી?’
‘જો, બા, જો! તું ના દેખે?
હું કવિતા કવિતા રમતી!’
-સુંદરજી બેટાઈ
E…li Vyanjana
‘e…li vyanjana!
am av to?’
(bandha barane mote tebal bai vyanjan bethan!
bano bol suni zat daine e shanan utare hethan?)
‘e…li vyanjana!
e…li vyanjana, javab kem n deti?’
(samo bol diye e biji!
bolave ne bhale badhanye unche ghante khiji!
dhime boli andar jotan thath jue b rizi)
‘shani bagali!
dadajinan chashaman motan undha ankhe ghali
dab hathe dadajini lekhan avali zali
moto a kagal koro bharati thali thali?
bola, have to bol jar –
o nichun mathun ghali
bidya mone ganaganati
tun kahe ahin shun karati?’
‘jo, ba, jo! Tun n dekhe?
hun kavit kavit ramati!’
-sundaraji betai
Source: Mavjibhai