એક આગિયાને
(હરિગીત)
તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી
બ્રહ્માંડને પોષી રહી તે દૃષ્ટિ અહીં એ છે નકી
તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું
તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું
વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી
જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી
વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી
ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી
અદૃશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું
તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું
મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં
તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં
તું જાગજે તું ખેલજે ને પત્રે પત્રે મ્હાલજે
ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે
તું કેમ એ માની શકે આધાર તારો એજ છે
એ જાળ તું જાણે નહીં હું જાણું ને રોઉં અરે
રે પક્ષી કોની દૃષ્ટિએ તું એજ ચળકાટે પડે
સંતાઈ જાતાં નાસતાં એ કાર્ય વૈરીનું કરે
દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી
જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી
આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી
અમ એજ જીવિત એજ મૃત્યુ એજ અશ્રુ ને અમી
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?
एक आगियाने
(हरिगीत)
तुज पांख चळके पर्णनां झुंडो महीं चक्रो रची
ब्रह्मांडने पोषी रही ते दृष्टि अहीं ए छे नकी
तुज उदरपोषणमां तने तुज रूप उपयोगी थतुं
तुज नेत्र आगळ दीवडो कैं श्रम विना देखाडतुं
वळी कोई कन्या पातळी तुज तेज उपर मोहती
जे भालने चोडी तने त्यां हर्षथी चळकावती
वळी कोई विस्मय स्मितभरी तुज तेज मात्र निहाळती
ना स्पर्शती ए बीकथी तुज रज रखे जाती खरी
अदृश्य ना घनथी बने ना धूमसे मेलुं थतुं
तुज तेज ते मुज उपवने हुं नित्य जोवा जाउं छुं
मम प्यारीनां फूलडां अने मुज वृक्ष ज्यारे उंघतां
तुं जागतो रात्रि बधी त्यारे रमे छे बागमां
तुं जागजे तुं खेलजे ने पत्रे पत्रे म्हालजे
चळकाट तारो एज पण तुज खूननी तलवार छे
तुं केम ए मानी शके आधार तारो एज छे
ए जाळ तुं जाणे नहीं हुं जाणुं ने रोउं अरे
रे पक्षी कोनी दृष्टिए तुं एज चळकाटे पडे
संताई जातां नासतां ए कार्य वैरीनुं करे
द्युति जे तने जीवाडती द्युति ते तने संहारती
जे पोषतुं ते मारतुं एवो दिसे क्रम कुदरती
आ प्रेम संसारी तणो तुज तेज जेवो छे नकी
ए अमृते शुं झेरनां बिन्दु भर्यां विधिए नथी
अम एज जीवित एज मृत्यु एज अश्रु ने अमी
जे पोषतुं ते मारतुं शुं ए नथी क्रम कुदरती?
Ek Agiyane
(harigita)
Tuj pankh chalake parnanan zundo mahin chakro rachi
Brahmandane poshi rahi te drushti ahin e chhe naki
Tuj udaraposhanaman tane tuj rup upayogi thatun
Tuj netra agal divado kain shram vina dekhadatun
Vali koi kanya patali tuj tej upar mohati
Je bhalane chodi tane tyan harshathi chalakavati
Vali koi vismaya smitabhari tuj tej matra nihalati
Na sparshati e bikathi tuj raj rakhe jati khari
Adrushya na ghanathi bane na dhumase melun thatun
Tuj tej te muj upavane hun nitya jova jaun chhun
Mam pyarinan fuladan ane muj vruksh jyare unghatan
Tun jagato ratri badhi tyare rame chhe bagaman
Tun jagaje tun khelaje ne patre patre mhalaje
Chalakat taro ej pan tuj khunani talavar chhe
Tun kem e mani shake adhar taro ej chhe
E jal tun jane nahin hun janun ne roun are
Re pakshi koni drushtie tun ej chalakate pade
Santai jatan nasatan e karya vairinun kare
Dyuti je tane jivadati dyuti te tane sanharati
Je poshatun te maratun evo dise kram kudarati
A prem sansari tano tuj tej jevo chhe naki
E amrute shun zeranan bindu bharyan vidhie nathi
Am ej jivit ej mrutyu ej ashru ne ami
Je poshatun te maratun shun e nathi kram kudarati?
Ek āgiyāne
(harigīta)
Tuj pānkh chaḷake parṇanān zunḍo mahīn chakro rachī
Brahmānḍane poṣhī rahī te dṛuṣhṭi ahīn e chhe nakī
Tuj udarapoṣhaṇamān tane tuj rūp upayogī thatun
Tuj netra āgaḷ dīvaḍo kain shram vinā dekhāḍatun
Vaḷī koī kanyā pātaḷī tuj tej upar mohatī
Je bhālane choḍī tane tyān harṣhathī chaḷakāvatī
Vaḷī koī vismaya smitabharī tuj tej mātra nihāḷatī
Nā sparshatī e bīkathī tuj raj rakhe jātī kharī
Adṛushya nā ghanathī bane nā dhūmase melun thatun
Tuj tej te muj upavane hun nitya jovā jāun chhun
Mam pyārīnān fūlaḍān ane muj vṛukṣh jyāre unghatān
Tun jāgato rātri badhī tyāre rame chhe bāgamān
Tun jāgaje tun khelaje ne patre patre mhālaje
Chaḷakāṭ tāro ej paṇ tuj khūnanī talavār chhe
Tun kem e mānī shake ādhār tāro ej chhe
E jāḷ tun jāṇe nahīn hun jāṇun ne roun are
Re pakṣhī konī dṛuṣhṭie tun ej chaḷakāṭe paḍe
Santāī jātān nāsatān e kārya vairīnun kare
Dyuti je tane jīvāḍatī dyuti te tane sanhāratī
Je poṣhatun te māratun evo dise kram kudaratī
Ā prem sansārī taṇo tuj tej jevo chhe nakī
E amṛute shun zeranān bindu bharyān vidhie nathī
Am ej jīvit ej mṛutyu ej ashru ne amī
Je poṣhatun te māratun shun e nathī kram kudaratī?
Source : કલાપી