એક ચંપો ને મરવો ડોલરિયો
આવી રોપ્યો રખમાઈને આંગણિયે
એનાં ફૂલ થયાં રે દસ પાંખડીએ
વાલે થાળ ભરીને ફૂલ વેડિયાં
વાલે સહુને દીધાં સંભારી
રાણી રાધાને મેલ્યાં વિસારી
જાઓ જાઓ રે જૂઠડાં નહીં બોલું
કાળા કરસનજી તમથી નહીં બોલું
મીઠા માવજીની સાથે નહીં બોલું
ગોરા ગોવિંદજી સાથે નહીં બોલું
એક ચંપો ને મરવો ડોલરિયો
વાલે વાવ્યો રાધાજીને આંગણીએ
ફાલ્યો ફૂલ્યો રે દસ વીસ પાંખડીએ
વાલે થાળ ભરીને ફૂલ ઉતાર્યા
વાલે સહુને મેલ્યાં વિસારી
વાલે રાધાજીને દીધા સંભારી
આવો આવો રે રસિયા હસી બોલું
કાળા કરસનજી સાથે હસી બોલું
મીઠા માવજીની સાથે હસી બોલું
ગોરા ગોવિંદજીની સાથે હસી બોલું
ઓલ્યો સોનીડો મોયો એના જડતરને
હું તો મોહી કરસનજીના ભણતરને
ઓલ્યો સુતાર મોયો એના સાગને
હું તો મોહી કરસનજીના રાગને
ઓલ્યો લુવારી મોયો એના લોઢાને
હું તો મોહી કરસનજીના મોઢાને
ઓલ્યો ઘાંચીડો મોયો એની ઘાણીને
હું તો મોહી કરસનજીની વાણીને
Ek Champo Ne Marvo Dolariyo
Ek chanpo ne maravo dolariyo
Avi ropyo rakhamaine anganiye
Enan ful thayan re das pankhadie
Vale thal bharine ful vediyan
Vale sahune didhan sanbhari
Rani radhane melyan visari
Jao jao re juṭhadan nahin bolun
Kal karasanaji tamathi nahin bolun
Mith mavajini sathe nahin bolun
Gor govindaji sathe nahin bolun
Ek chanpo ne maravo dolariyo
Vale vavyo radhajine anganie
Falyo fulyo re das vis pankhadie
Vale thal bharine ful utarya
Vale sahune melyan visari
Vale radhajine didh sanbhari
Avo avo re rasiya hasi bolun
Kal karasanaji sathe hasi bolun
Mith mavajini sathe hasi bolun
Gor govindajini sathe hasi bolun
Olyo sonido moyo en jadatarane
Hun to mohi karasanajin bhanatarane
Olyo sutar moyo en sagane
Hun to mohi karasanajin ragane
Olyo luvari moyo en lodhane
Hun to mohi karasanajin modhane
Olyo ghanchido moyo eni ghanine
Hun to mohi karasanajini vanine