એક વાર એકલામાં - Ek Var Ekalaman - Gujarati

એક વાર એકલામાં

એક વાર એકલામાં કીધું અડપલું
એ મબલખને મેળે ચઢ્યું યાદ
હોઠને તો માંડ કરી દાબી દીધાં
ત્યાં વળી આંખડીથી છલક્યો ઉન્માદ

આછી આછી મલકીને પાછી ગંભીર બનું
થોડું થોડું છલકીને થોડી થોડી ધીર બનું
માંડ માંડ સંભાળું સાનભાન ત્યાં તો વળી
સાંભરતો એ જ તારો સાદ!

નિરખી નિરખીને લોક માહ્યોમાંહ્ય ટોળ કરે
થોડું મરકીને નહિ નિરખ્યાનો ડોળ કરે
ભૂલવા ચહું છું તારાં અલ્લડ તોફાન ત્યારે
સ્મરણો માંડે છે કેવો સ્વાદ!


एक वार एकलामां

एक वार एकलामां कीधुं अडपलुं
ए मबलखने मेळे चढ्युं याद
होठने तो मांड करी दाबी दीधां
त्यां वळी आंखडीथी छलक्यो उन्माद

आछी आछी मलकीने पाछी गंभीर बनुं
थोडुं थोडुं छलकीने थोडी थोडी धीर बनुं
मांड मांड संभाळुं सानभान त्यां तो वळी
सांभरतो ए ज तारो साद!

निरखी निरखीने लोक माह्योमांह्य टोळ करे
थोडुं मरकीने नहि निरख्यानो डोळ करे
भूलवा चहुं छुं तारां अल्लड तोफान त्यारे
स्मरणो मांडे छे केवो स्वाद!


Ek Var Ekalaman

Ek var ekalaman kidhun adapalun
e mabalakhane mele chadhyun yada
Hothane to manda kari dabi didhan
tyan vali ankhadithi chhalakyo unmada

Achhi achhi malakine pachhi ganbhir banun
Thodun thodun chhalakine thodi thodi dhir banun
Manda manda sanbhalun sanabhan tyan to vali
sanbharato e j taro sada!

Nirakhi nirakhine lok mahyomanhya tol kare
Thodun marakine nahi nirakhyano dol kare
Bhulava chahun chhun taran allad tofan tyare
smarano mande chhe kevo swada!


Ek vār ekalāmān

Ek vār ekalāmān kīdhun aḍapalun
e mabalakhane meḷe chaḍhyun yāda
Hoṭhane to mānḍa karī dābī dīdhān
tyān vaḷī ānkhaḍīthī chhalakyo unmāda

Āchhī āchhī malakīne pāchhī ganbhīr banun
Thoḍun thoḍun chhalakīne thoḍī thoḍī dhīr banun
Mānḍa mānḍa sanbhāḷun sānabhān tyān to vaḷī
sānbharato e j tāro sāda!

Nirakhī nirakhīne lok māhyomānhya ṭoḷ kare
Thoḍun marakīne nahi nirakhyāno ḍoḷ kare
Bhūlavā chahun chhun tārān allaḍ tofān tyāre
smaraṇo mānḍe chhe kevo swāda!


Source : સ્વરઃ કૌમુદી મુનશી
ગીતઃ હરીન્દ્ર દવે