એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા’તાં
મથુરામાં ગ્યા’તાં અમે ગોકુળિયામાં ગ્યા’તાં
મથુરામાં ગ્યા’તાં
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા’તાં
હાથમાં લાકડીયો હતી પગમાં ચાખડીયો હતી
પગમાં ચાખડીયો હતી
હાથમાં લાકડીયો હતી પગમાં ચાખડીયો હતી
પગમાં ચાખડીયો હતી
મંદિરીયાની ઓસરીમાં
મંદિરીયાની ઓસરીમાં ભજન કરી ગ્યા’તાં
મથુરામાં ગ્યા’તાં
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા’તાં
કાળા કાળા કાન હતા ગોરી ગોરી ગોપીઓ
ગોરી ગોરી ગોપીઓ
મોર્યાવાળી બંડી હતી માથે કાન ટોપીઓ
માથે કાન ટોપીઓ
રાસ લીલા રમવામાં ભાન ભૂલી ગ્યા’તાં
મથુરામાં ગ્યા’તાં
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા’તાં
ભજનોની ધૂમ હતી મોહ્યો હતો ગીતમાં
મોહ્યો હતો ગીતમાં
મીરાં તો માધવને જોતી હતી ચિત્તમાં
જોતી હતી ચિત્તમાં
પથરા પણ મીરાંને સાદ પૂરી રિયા’તાં
મથુરામાં ગ્યા’તાં
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા’તાં
- ઈન્દુલાલ ગાંધી
Ek Var Hun Ne Miran Mathuraman Gya’tan
Mathuraman gya’tan ame gokuliyaman gya’tan
Mathuraman gya’tan
Ek var hun ne miran mathuraman gya’tan
Hathaman lakadiyo hati pagaman chakhadiyo hati
Pagaman chakhadiyo hati
Hathaman lakadiyo hati pagaman chakhadiyo hati
Pagaman chakhadiyo hati
Mandiriyani osariman
Mandiriyani osariman bhajan kari gya’tan
Mathuraman gya’tan
Ek var hun ne miran mathuraman gya’tan
Kal kal kan hat gori gori gopio
Gori gori gopio
Moryavali bandi hati mathe kan topio
Mathe kan topio
Ras lil ramavaman bhan bhuli gya’tan
Mathuraman gya’tan
Ek var hun ne miran mathuraman gya’tan
Bhajanoni dhum hati mohyo hato gitaman
Mohyo hato gitaman
Miran to madhavane joti hati chittaman
Joti hati chittaman
Pathar pan miranne sad puri riya’tan
Mathuraman gya’tan
Ek var hun ne miran mathuraman gya’tan
- indulal gandhi
Source: Mavjibhai